FRAUD ANGADIYA FIRM : બોગસ આંગડિયા પેઢી થકી સૂરતમાં 87 લાખની છેતરપિંડી કરનાર ફરાર આરોપી પોલીસની પકડમાં આવ્યો

FRAUD ANGADIYA FIRM : બોગસ આંગડિયા પેઢી થકી સૂરતમાં 87 લાખની છેતરપિંડી કરનાર ફરાર આરોપી પોલીસની પકડમાં આવ્યો

FRAUD ANGADIYA FIRM
FRAUD ANGADIYA FIRM

FRAUD ANGADIYA FIRM : આરોપીએ કસ્ટમમાંથી છોડાવેલું સોનું સસ્તામાં વેચવાની લાલચ આપી લોકોને ફસાવવા આર.કે.એન્ટરપ્રાઇઝ નામે બોગસ આંગડિયા પેઢી શરૂ કરી હતી.

સૂરતમાં 87 લાખની છેતરપિંડી કરનાર ફરાર આરોપી પોલીસની પકડમાં આવ્યો છે. આરોપીએ નકલી આગડીયા પેઢી શરૂ કરી છેતરપીંડી આચરી હતી. તેણે સસ્તામાં સોનુ વેચવાનું કહી 87 લાખની છેતરપિંડીને અંજામ આપ્યો હતો. આરોપીએ વરાછામાં નકલી આંગડિયા પેઢી શરૂ કરી રૂપિયા પડાવ્યા હતા.

આંગડિયામાં રૂપિયા જમા થયા બાદ આ આરોપી સહિત કુલ 10 લોકો પૈસા લઈને ભાગી છૂટ્યા હતા. વરાછા પોલીસે અગાઉ 9 આરોપીને પકડી જેલ હવાલે કર્યા હતા. જે બાદ આજે રાહુલ મકવાણા નામના 10મા અને છેલ્લા આરોપીની પણ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી 16 લાખ રોકડા રૂપિયા કબ્જે કર્યા

આરોપીએ કસ્ટમમાંથી છોડાવેલું સોનું સસ્તામાં વેચવાની લાલચ આપી લોકોને ફસાવવા આર.કે.એન્ટરપ્રાઇઝ નામે બોગસ આંગડિયા પેઢી શરૂ કરી હતી. આરોપી દ્વારા ફરિયાદીને 1 કિલો સોનું 87 લાખ રૂપિયામાં આપવાની લાલચ અપાઇ હતી.. ફરીયાદીએ જેવા 87 લાખ રૂપિયા આરોપીની બોગસ આંગડિયા પેઢીમાં જમા કરાવ્યા કે તુરંત આરોપી પેઢીને તાળા મારી રફુચક્કર થઇ ગયો.

આ સમગ્ર ઘટનામાં બે ટીમ બનાવી છેતરપીંડી આચરવામાં આવી હતી. એક ટીમ શિકાર શોધતી હતી અને બીજી ટીમ આંગડિયા પેઢી પર બેસતી હતી. આખી ટોળકી પૈકી પકડાયેલા આરોપીને ભાગે 16 લાખ રૂપિયા આવ્યા હતા. જે પોલીસે કબ્જે કર્યા છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *