ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી

BREAKING NEWS

ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી

ગુજરાત હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી:HCને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો, હાઇકોર્ટના ગેટ બંધ, ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડ દ્વારા ચેકિંગ શરૂ

હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. હાઇકોર્ટના ઈ-મેલ પર અજાણી વ્યક્તિએ ઈ-મેલ કર્યો છે. પોલીસને જાણ કરતા પોલીસ હાઈકોર્ટ પહોંચી છે. હાઇકોર્ટના ગેટ બંધ કરી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડ દ્વારા ચેકિંગ શરૂ કરાયું છે.

હાઇકોર્ટના ઈ-મેલ પર બોમ્બથી ઉડાવવાની ધમકી મળી: સફીન હસન

ઝોન 1 ઈનચાર્જ ડીસીપી સફીન હસને જણાવ્યું કે હાઇકોર્ટના ઈ-મેલ પર બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે જેને લઈને તપાસ કરવામાં આવી છે. હાઇકોર્ટના ગેટ બંધ કરી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઈ-મેલ કરનારની પણ તપાસ કરવામાં આવી રહી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *