
માંડવી ભાનુશાલી યુવક મંડળ દ્વારા જ્ઞાતિના વિદ્યાર્થીઓને નોટબુક નું નિઃશુલ્ક વિતરણ કરાયું
માંડવી: આજના આધુનિક યુગમાં જ્યારે શિક્ષણનું મહત્વ વધ્યું છે અને શિક્ષણ મોંઘુ પણ થયું છે ત્યારે ભાનુશાલી યુવક મંડળ માંડવી દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ જ્ઞાતિના ધોરણ 1 થી 12 અને કોલેજના 100 જેટલા વિદ્યાર્થીઓને 800 જેટલી ફુલસ્કેપ જમ્બો નોટબુકનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું

આ પ્રસંગે માંડવી ભાનુશાલી યુવક મંડળના પ્રમુખ શ્રી મનોજભાઈ મંગે દ્વારા વિદ્યાર્થીઓને ધ્યાનથી ભણવા અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે આગળ વધી જ્ઞાતિ અને કુટુંબનું ગૌરવ વધારવા અનુરોધ કર્યો હતો અને શિક્ષણને જીવનની પાયાની જરૂરિયાત ગણાવી હતી. નોટબુકના કાયમી દાતા સ્વ: અશ્વિનકુમાર મંગેના સુપુત્ર સ્વ: ધવલકુમાર અને સુપુત્રી સ્વ: વિનિ બેન ને તેમના અમૂલ્ય યોગદાન માટે આ પ્રસંગે યાદ કરી આભાર વ્યક્ત કર્યો હતો.
માંડવી: આ કાર્યક્રમને સફળ બનાવવા ભાનુશાલી યુવક મંડળ પ્રમુખ શ્રી મનોજભાઈ મંગે, મહાજન પ્રમુખ શ્રી જયેશભાઈ ભાનુશાલી (સીપી મસાલા), મયુર નંદા,ઈશ્વર નંદા, વિજય કટારમલ, કિશન ગજરા, જગદીશ ધીરાઉ, ઈશ્વર માવ,નરેશ ગજરા,ભાવેશ ગજરા, રાજેશ મીઠીયા,રવિલાલ પ્રેમજી કટારમલ, પ્રકાશભાઈ કટારમલ એ હાજરી આપી હતી.
વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો