REPORTS 50 NEW COVID CASES IN AHMEDABAD : અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 50 કેસ.

REPORTS 50 NEW COVID CASES IN AHMEDABAD : અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 50 કેસ.

REPORTS 50 NEW COVID CASES IN AHMEDABAD
REPORTS 50 NEW COVID CASES IN AHMEDABAD

REPORTS 50 NEW COVID CASES IN AHMEDABAD : ગુજરાતમાં કોરોનાના કેસને મામલે અમદાવાદ એપિસેન્ટર બની ગયું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 50 કેસ નોંધાયા છે, આ સિવાય 18 વર્ષીય સગર્ભાનું મૃત્યુ થયું છે. અમદાવાદમાં કોરોનાથી મૃત્યુની આ સતત બીજી ઘટના છે. અગાઉ 47 વર્ષીય મહિલાએ પણ એલ.જી હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો હતો. બીજી બાજું ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક વધીને 338 થયોછે.

અમદાવાદમાં બીજી જૂનના સવારની સ્થિતિએ કોરોનાના 50 નવા કેસ નોંધાયા હતા. જેમાંથી 16દર્દીઓ સાજા થયા હતા. બીજી તરફ વિંઝોલની 18 વર્ષીય સગર્ભાનું કોરોનાથી મૃત્યુ થયાની ઘટના સામે આવી છે. આ મહિલા શ્વાસની સમસ્યા સાથે બે દિવસ અગાઉ એલ.જી હોસ્પિટલમાં દાખલ થઈ હતી. આ દરમિયાન તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે સોમવારે સવારે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. અમદાવાદમાં અત્યાર સુધી કોરોનાના 270 કેસ નોંધાઈ ચૂક્યા છે. 72 દર્દીઓ સાજા થયા છે જ્યારે બે વ્યક્તિના મૃત્યુ થયા છે.

આમ 197 દર્દીઓ કોરોનાની હાલ સારવાર હેઠળ છે. ઝોન પ્રમાણે જોવામાં આવે તો ઉત્તરપશ્ચિમમાં સૌથી વધુ 61, પશ્ચિમ ઝોનમાં 53, દક્ષિણપશ્ચિમ ઝોનમાં 37કેસ નોંધાયા છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં હાલ કોરોનાના 3 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં 44 વર્ષીય, 74 વર્ષીય પુરુષ અને 8 માસની બાળકીનો સમાવેશ થાય છે. જેમાંથી 8 માસની બાળકી છેલ્લાં ચાર દિવસથી ઓક્સિજન હેઠળ છે.

REPORTS 50 NEW COVID CASES IN AHMEDABAD-1
REPORTS 50 NEW COVID CASES IN AHMEDABAD-1

REPORTS 50 NEW COVID CASES IN AHMEDABAD : બીજી તરફ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 18ના વધારા સાથે કોરોનાના 338 દર્દીઓ સારવાર હેઠળ છે. કુલ 11 દર્દીઓ સાજા થઈ ગયા છે. કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસને મામલે કેરળ 1435 સાથે મોખરે, મહારાષ્ટ્ર 506 સાથે બીજા, દિલ્હી 483 સાથે ત્રીજા જ્યારે ગુજરાત ચોથા સ્થાને છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *