FIRE IN COTTON PLANT IN ANJAR : કચ્છના અંજાર નજીક એક ખાનગી કંપનીના કોટન પ્લાન્ટમાં ભીષણ આગ લાગી, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી

FIRE IN COTTON PLANT IN ANJAR : કચ્છના અંજાર નજીક એક ખાનગી કંપનીના કોટન પ્લાન્ટમાં ભીષણ આગ લાગી, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી

FIRE IN COTTON PLANT IN ANJAR
FIRE IN COTTON PLANT IN ANJAR

FIRE IN COTTON PLANT IN ANJAR : કચ્છના અંજાર નજીક એક ખાનગી કંપનીના કોટન પ્લાન્ટમાં આજે શુક્રવારે (30 મે) ભીષણ આગ લાગી હતી. કંપનીના કોટનના જથ્થામાં આગ વિકરાળ બનતા દૂરદૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગની ઘટનાને લઈને ગાંધીધામ મહા નગરપાલિકા સહિતના 8 ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, અંજારની એક ખાનગી કંપનીમાં કોટનના રો-મટીરિયલ્સમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગના બનાવને પગલે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચીને આગ ઓલવવાની કવાયત હાથ ધરી હતી.

સમગ્ર ઘટનાને લઈને કંપની અને સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા. આગના બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું સામે આવ્યું છે. જ્યારે આગ લાગવા પાછળનું કારણ હજુ અકબંધ છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *