3 PERSON ARRESTED WITH MD : અમદાવાદમાં લાખો રૂપિયાના ડ્રગ્સ MD સાથે SOGએ ત્રણને દબોચ્યા

3 PERSON ARRESTED WITH MD : અમદાવાદમાં લાખો રૂપિયાના ડ્રગ્સ MD સાથે SOGએ ત્રણને દબોચ્યા

3 PERSON ARRESTED WITH MD
3 PERSON ARRESTED WITH MD

3 PERSON ARRESTED WITH MD : દાણીલીમડા વિસ્તારમાં રેડ કરીને પોલીસે 11 લાખની કિંમતનો MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે, સાથે જ ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરાઈ છે.

અમદાવાદ SOG ક્રાઈમ બ્રાન્ચે દાણીલીમડા વિસ્તારમાં રેડ કરીને પોલીસે 11 લાખની કિંમતનો MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે, સાથે જ ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરાઈ છે. આરોપીઓની ઓળખ મોઈન ઉર્ફે એમ. કે. ધલ્લાવાલા, નદીમ ઉર્ફે આસિફ સૈયદ અને મોહમદ આરીફ શેખ તરીકે થઈ છે.

3 PERSON ARRESTED WITH MD
3 PERSON ARRESTED WITH MD

SOGની ટીમે મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત ચાલતી તપાસ દરમિયાન આ કાર્યવાહી હાથ ધરી હતી. મેન્ટર પ્રોજેક્ટ હેઠળ પોલીસ દ્વારા ડ્રગ્સ પેડલર્સ પર સતત નજર રાખવામાં આવે છે, જેના ભાગરૂપે આ ત્રણેય આરોપીઓ પકડાયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 109 ગ્રામ 710 મિલિગ્રામ MD ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેની બજાર કિંમત આશરે 11 લાખ રૂપિયા આંકવામાં આવી છે.

નોંધનીય છે કે, મોઈન ઉર્ફે એમ. કે. ધલ્લાવાલા અગાઉ પણ ડ્રગ્સના વેપારમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અવાર નવાર ડ્રગ્સ ઝડપાવાની ઘટના સામે આવી છે. થોડા દિવસ અગાઉ અમદાવાદના IIM પાસે ફરી ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો હતો. SMCએ બાતમી આધારે ડ્રગ્સ સાથે બે પેડલરની ધરપકડ કરી હતી. 5.50 લાખની કિંમતનું 55 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત કરાયું હતું.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *