NATIONWIDE CYBER FRAUD : 200 કરોડનું દેશવ્યાપી સાઇબર ફ્રોડ, 100 બેંક ખાતાંમાંથી 35 સામે ફરિયાદો

NATIONWIDE CYBER FRAUD : ઉધના પોલીસે વાહન ચેકિંગમાં બે શખ્સોને પકડી પાડી સાયબર ક્રાઇમની ઓનલાઇન ચીટીંગનું દેશવ્યાપી મોટું રેકેટ પકડી પાડયું હતું. આ રેકેટમાં સુરતના બે માસ્ટર માઇન્ડ છે. જેના છેડા વિદેશમાં ક્યુબામાં જોડાયેલા છે. બન્ને સૂત્રધારોએ છેલ્લા 6 મહિનામાં 200 કરોડના 100 બેંક ખાતાઓમાં ટ્રાન્જેકશનો કરેલા હોવાની ચોંકાવનારી હકીકતો પોલીસને જાણવા મળી છે.
બન્ને ભાગીદારીમાં આ રેકેટ ચલાવે છે. જેમાં હજુ દિવ્યેશ ફરાર છે. તેને પકડવા માટે પોલીસ તેના ઘરે ગઈ જો કે તે હાથમાં આવ્યો નથી અને મોબાઇલ પણ બંધ છે. લેપટોપમાંથી મળેલા ડેટા આધારે 100 કરંટ બેંકોના ખાતાઓ છે અને તમામ ખાતાઓ સુરતની બેંકોના છે. આ ટોળકી પાસેથી મળેલા 100 બેંકોના ખાતા પૈકી 35 ખાતામાં સાયબર ક્રાઇમની દેશવ્યાપી ફરિયાદ પણ નોંધાયેલી છે
NATIONWIDE CYBER FRAUD : બન્ને સૂત્રધારોને ક્યુબા દેશમાં બેઠેલા સૂત્રધાર 2 ટકા કમિશન પેટે વોલેટ ટુ વોલેટ USDT આપતા હતા. પછી કિરાટ અને દિવ્યેશ અહીં USDT વોલેટમાં અન્ય કોઈને વેચી રોકડા કરી લેતા હતા. બન્ને સૂત્રધારોએ છેલ્લા 6 મહિનામાં ઓનલાઇન ચીટીંગમાં 10 લાખ USDT કમાયા છે. કરંટ ખાતેદારને એક ખાતાના રૂ. 8 લાખની રકમ આપતા હતા. આથી તે શખ્સ પણ લાલચમાં આવી ભાડાની દુકાન બતાવી ધંધો તેમજ જીએસટી નંબર લઈ કરંટ ખાતુ ખોલાવી સૂત્રધારોને તમામ વિગતો આપી દેતા હતા. પછી ખાતાઓને ઓપરેટ કરવાનું તમામ કામ આ ગેંગ જ કરતી હતી.
પોલીસના હાથે લાગેલા ખાતામાં એક બેંક ખાતામાં 3 દિવસમાં 42 કરોડના ટ્રાન્જેકશનો થયા હતા, અન્ય એક ખાતામાં 26 કરોડ અને 19 કરોડના ટ્રાન્જેકશનો થયા હતા.
NATIONWIDE CYBER FRAUD : ક્યુબામાં કરંટ બેંક ખાતાની વિગતો રેઝર એક્સ એપ્લિકેશનથી મોકલતા ક્યુબા દેશમાં કરંટ બેંક ખાતાઓની વિગતો રેઝર એક્સ એપ્લિકેશનથી મોકલતા હતા. જેમાં યુઝર આઈડી અને પાસવર્ડથી ઈન્ટરનેશનલ ટ્રાન્જેકશનો કરતા હતા.
કિરાટ દિલ્હીના વિનીત પ્રસાદનો સંપર્ક કર્યો હતો. 3 મહિના સુધી કિરાટ અને દિવ્યેશ દિલ્હી ખાતે વિનીતને કરંટ બેંક ખાતાઓ મોકલતા હતા. પછી બન્ને ડાયરેકટ ક્યુબા દેશમાં બેંક ખાતાની ડિટેઇલ્સ મોકલતા હતા.