
Banaskantha Border : બનાસકાંઠા સરહદે BSFની મોટી કાર્યવાહી, શંકાસ્પદ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો
Banaskantha Border : ઓપરેશન સિંદૂર બાદ જાસૂસી અને ઘૂસણખોરી અટકાવવા માટે દેશભરમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે. ત્યારે કચ્છમાંથી જાસૂસીને પકડી પાડ્યા બાદ શુક્રવારે રાત્રે સરહદી વિસ્તાર બનાસકાંઠા જિલ્લામાં આવેલી સરહદેથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા એક શંકાસ્પદ પાકિસ્તાની ઘૂસણખોરીને ઠાર માર્યો છે.
Banaskantha Border : પ્રાપ્ત માહિતી અનુસાર બીએસએફના જવાનોને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી ભારતીય બોર્ડરમાં પ્રવેશ કરી રહેલો એક શંકાસ્પદ વ્યક્તિ દેખાયો હતો. ભારતીય જવાનોએ તેને ચેતવણી આપી હતી, પરંતુ તે સતત આગળ વધતો હતો. પરિસ્થિતિને જોતાં બીએસએફના જવાનોએ ફાયરીંગ કર્યું, જેમાં શંકાસ્પદ ઘૂસણખોરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.