SAYAJIGUNJ POLICE HELD WOMAN THEFT : એસ.ટી. ડેપોમાં બસમાં ચડતી વેળા પેસેન્જરના થેલામાં ચોરી કરનાર મહિલા ઝડપાઈ, રૂ. 3.93 લાખનો મુદ્દામાલ જપ્ત

SAYAJIGUNJ POLICE HELD WOMAN THEFT : એસ.ટી. ડેપોમાં બસમાં ચડતી વેળા પેસેન્જરના થેલામાં ચોરી કરનાર મહિલા ઝડપાઈ, રૂ. 3.93 લાખનો મુદ્દામાલ જપ્ત

SAYAJIGUNJ POLICE
SAYAJIGUNJ POLICE

ફરિયાદ બાદ પોલીસે CCTV ચેક કરીને મહિલા જે રિક્ષામાં બેસી હતી, તેના ડ્રાઈવર સુધી પહોંચી. જેની પૂછપરછ બાદ મૂળ દાહોદની પણ બાપોદ રહેતી મહિલાનું પગેરું મળ્યું

SAYAJIGUNJ POLICE HELD WOMAN THEFT : વડોદરા એસ.ટી.ડેપો માથી બસમા ચઢતી વખતે પેસેન્જરોની ભીડનો લાભ લઇ પર્સમાથી સોનાના દાગીનાની ચોરી કરનાર મહિલા આરોપીને ગણતરીના કલાકોમાં સયાજીગંજ પોલીસે ઝડપી પાડી છે. પોલીસે તેની પાસેથી સોનાના દાગીના મળી કુલ રૂ.3.93 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા એસટી ડેપો ખાતે બસમાં બેસવા જતા પેસેન્જરનો મહિલાએ પીછો કર્યો હતો. જે બાદ જેવા પેસેન્જર બસમાં ચડવા જતા હતા તે દરમિયાન જ ભીડનો લાભ લઇ પેસેન્જરના થેલાની ચેઇન ખોલી તેમાંથી નાનુ પર્સ કાઢી અંદરથી સોનાના દાગીના આશરે રૂ. 3.93 લાખની ચોરી કરી લઈ ગઈ હતી. જેની ફરિયાદ સયાજીગંજ પોલીસ મથકે નોંધાઈ હતી.

SAYAJIGUNJ POLICE HELD WOMAN THEFT : સયાજીગંજ પોલીસ મથકના સ્ટાફના માણસોએ અલગ અલગ ટીમો બનાવી એસ. ટી. બસ સ્ટેન્ડ ખાતે બનાવવાળી જગ્યાના સી.સી.ટી.વી કેમેરા ઝીણવટપૂર્વક ચેક કરી જોતા એક મહિલા બસમાં ચડતા પેસેન્જરોની ભીડમાં પાછળ જઈ દરવાજામાંથી પાછી આવતી જણાતા તેના ઉપર શંકા જતા તેની CCTV કેમેરાઓ મારફતે તેની મુવમેન્ટની તપાસ કરતા આ મહિલા બનાવ બન્યા બાદ તરત જ બસ સ્ટેન્ડની બહાર આવી રિક્ષામાં બેસી પંડયા બ્રીજ તરફ જતી જણાઈ આવી હતી.

પોલીસે રૂટ મુજબના કેમેરાઓની તપાસ કરતા કટ્રોલ રૂમના કેમેરાઓના આધારે રિક્ષા ડ્રાઈવરને ટ્રેસ કરતા રિક્ષા ડ્રાઇવરને શોધી કાઢ્યો હતો. જે બાદ તેને પૂછપરછ કરતા મહિલા સયાજી ટાઉનશિપ રોડ બ્લોક નં-8 પર મ.નં-32 મહાકાળી વુડાના મકાનમાં સયાજી ટાઉનશીપ રોડ બાપોદ ખાતે ગયેલ હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ તપાસ કરતા ચોરી કરનાર મહીલા દાહોદની લીલાબેન ઉર્ફે માદી મુકીયાભાઈ નાગુભાઈ હોવાનું જાણવા મળ્યું હતું.

SAYAJIGUNJ POLICE HELD WOMAN THEFT : જે આધારે પોલીસની એક ટીમને દાહોદ ખાતે મોકલી તપાસ કરતા મહિલા મળી આવી હતી. જેને પ્રાથમિક પૂછપરછ કરતા તેણીએ દાગીનાની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે મહિલા પાસેથી સોનાના દાગીના મળી રૂ. 3.93 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *