LIQUOR PRICE LIST FOR POLICE : પોલીસ માટે ડ્રાય સ્ટેટમાં ગેરકાયદેસર દારૂના ‘કાયદેસર ભાવ’

LIQUOR PRICE LIST FOR POLICE : પોલીસ માટે ડ્રાય સ્ટેટમાં ગેરકાયદેસર દારૂના ‘કાયદેસર ભાવ’

LIQUOR PRICE LIST FOR POLICE
LIQUOR PRICE LIST FOR POLICE

LIQUOR PRICE LIST FOR POLICE : રાજ્યમાં દારૂનું નવું ભાવ પત્રક પોલીસ માટે:ડ્રાય સ્ટેટમાં ગેરકાયદેસર દારૂના ‘કાયદેસર ભાવ’!સ્પેશિયલ ફી અને 65% VAT સાથે ગુનો નોંધાશે

LIQUOR PRICE LIST FOR POLICE : રાજ્યમાં ‘ગેરકાયદે’ વેચાતા દારૂના નવા ભાવ ‘સત્તાવાર’ રીતે નક્કી કરવામાં આવ્યાં છે! વાંચીને આશ્ચર્ય લાગે તેવી બાબત છે પરંતુ રાજ્યના ગૃહવિભાગ અને નશાબંધી તથા આબકારી વિભાગે મળીને દારૂ-બિયરના નવા ભાવ નક્કી કર્યા છે. જેમાં પહેલીવાર પોલીસ ગેરકાયદે વેચાતો ઈંગ્લિશ દારૂ પકડે તો બોટલની કિંમત ઉપરાંત નક્કી કરેલી ચોક્કસ સ્પેશિયલ ફી અને 65 ટકા VAT ગણીને મુદ્દામાલની કિંમત નોંધવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, અગાઉ પોલીસ જ્યારે વિદેશી દારૂ પકડતી ત્યારે ક્વોલિટી કેસ 25 હજારની મુદ્દામાલ કિંમત હોય તો જ ગણાતો જેની રકમ વધારીને અઢી લાખ રૂપિયા કરવામાં આવી હતી. હવે સાથે દારૂની કિંમત પણ વધારી દેવાઈ છે.

એક સિનિયર અધિકારીએ હતુ કે, વર્ષોથી ગુજરાતમાં ગેરકાયદે દારૂના ભાવનું એક જ લીસ્ટ હતુ. જેના આધારે ભાવ નક્કી કરી ગુનો નોંધવામાં આવતો હતો. હવે જ્યારે ક્વોલીટી કેસની કિંમત 25 હજારમાંથી અઢી લાખ રૂપિયાની કરાઈ ત્યારે આવા ગુના સમયે જે તે અધિકારી સામે કાર્યવાહી કે તપાસ કરવી મુશ્કેલ બની હતી. માટે જુના ભાવને રીવાઈઝ કરવા ગૃહ વિભાગમાં ભલામણ કરાઈ હતી. જેના આધારે નશાબંધી અને આબકારી વિભાગના અધિકારી ઉપરાંત પોલીસના કેટલાક સિનિયર અધિકારીઓએ નવું લિસ્ટ બનાવ્યું છે જેમાં સ્પેશિયલ ફી અને 65 ટકા વેલ્યુ એડેડ ટેક્સ પણ લગાવીને કિંમત ગણવામાં આવશે.

‘ભાવ’માં એકથી ચાર હજારનો વધારો

LIQUOR PRICE LIST FOR POLICE
LIQUOR PRICE LIST FOR POLICE

LIQUOR PRICE LIST FOR POLICE : કઈ કઈ વસ્તુઓ પર હજુ VAT લાગે છે? જુલાઈ-2017 માં GST ની અમલવારી બાદ પણ રાજ્ય સરકાર પાસે ચોક્કસ વસ્તુ ઓપર વેલ્યુ એડેડ ટેક્સ વસૂલવાની કેટલીક છુટ આપવામાં આવી હતી. જેમાં પીવા લાયક લિકર, એવિએશન ફ્યુઅલ અને પેટ્રોલ ડિઝલ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.

સમય જતા દારૂના ભાવ વધ્યા છે. બુટલેગરોએ પણ દારૂની બ્રાન્ડ પ્રમાણે ભાવ વધાર્યા જ હોય. પોલીસ જુના ભાવ પ્રમાણે ગુનો નોંધે તો બુટલેગરને ફાયદો થઈ શકે. નવા ભાવ ઉપરાંત સ્પેશિયલ ફી અને રાજ્ય સરકરાના સત્તાવાર હકના નક્કી કરેલા 65 VAT લગાડવાથી દારૂની હાલની બજાર કિંમત નક્કી થઈ શકે ઉપરાંત બુટલેગરને યોગ્ય સજા અપાવવા માટે જરૂરી મુદ્દામાલની રકમ પણ ન્યાયતંત્ર સામે દર્શાવી શકાય અને જે તે થાણા અધિકારી સામે આવી બદીને લઈને કાર્યવાહી પણ થઈ શકે. ન્યાય માટે નવું ભાવ પત્રક સારી બાબત છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

આ પણ વાંચો : ‘કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ 2025’, માર્ગ અકસ્માતમાં ઘાયલોનો ખર્ચ સરકાર ઉઠાવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *