BHARAT PAKISTAN WAR : કચ્છીઓની આંખ ખૂલતાં જ ડ્રોન ઊડતાં નજરે પડ્યાં, અબડાસાના નાની ધ્રુફી ગામ નજીક ડ્રોન તોડી પડાયું

BHARAT PAKISTAN WAR : ભારત-પાકિસ્તાન યુદ્ધને લઇને વહેલી સવારથી જ કચ્છ સરહદ પર હલચલ જોવા મળી રહી છે. અબડાસાના નાની ધ્રુફી ગામ નજીક ડ્રોન તોડી પડાયું છે. નલિયાથી 22-25 કિમી દૂર નાની ધ્રુફી અને બેરાજા ગામની સીમના ખેતરમાં કાટમાળ પડ્યો છે. આ ડ્રોન છે કે મિસાઇલ તેની હાલ તપાસ થઈ રહી છે.
BHARAT PAKISTAN WAR : કચ્છના કુરનમાં 8મેની સવારે પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા બાદ રાત્રે સિરક્રીક પાસે વધુ ત્રણ ડ્રોન જોવા મળ્યા હતા. તેવામાં બીજા દિવસે શુક્રવારે રાત્રે સમગ્ર કચ્છમાં બ્લેક આઉટ થયા બાદ ફરી પાકિસ્તાની ડ્રોન સરહદ પર નજરે પડ્યા હતાં. જેમાં સૌપ્રથમ રાત્રે લખપતના દરિયા કિનારે ત્રણ ડ્રોન ભારતીય જમીન તરફ આવતા નજરે પડ્યા હતા. અહીં હાજર સુરક્ષા એજન્સીઓએ આ ડ્રોન જોયા હતાં. અહીંના વિડીયો પણ ફરતા થયા છે. જોકે ત્યારબાદ આ ડ્રોન ગાયબ થઇ ગયા હતાં. અહીં લક્કી નાળા પાસે પણ ડ્રોન દેખયા હતા. તો રાત્રે 11 વાગ્યાના અરસામાં કચ્છની ઉત્તરીય સરહદ પર કુંવર બેટ પાસે પણ ડ્રોન નજરે ચડ્યા હતાં. આ એ જ જગ્યા છે જ્યાં ગુરૂવારે સવારે એક ડ્રોન તોડી પાડવામાં આવ્યું હતું.
BHARAT PAKISTAN WAR : કચ્છ જિલ્લાના તમામ નાગરિકોને દિવસ દરમિયાન ઘરમાં જ સુરક્ષિત રહેવા તેમજ કોઇપણ નાગરિકો બિનજરૂરી બહાર ન નીકળે તથા રાત્રિ દરમિયાન પણ સ્વયંભૂ બ્લેકઆઉટનું પાલન કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચન કરાયું છે.
BHARAT PAKISTAN WAR : સીમા જાગરણ મંચના કાર્યકર્તાઓ કચ્છભરમાં સીમાવર્તી ગામોમાં કાર્યરત છે. આ સંગઠન કચ્છમાં 2002થી કાર્યરત છે. આ સંગઠનનું મુખ્ય કાર્ય સુરક્ષા દળો અને સમાજ વચ્ચે સંકલન અને સમન્વયનું છે. આ સંગઠન દ્વારા એક હેલ્પલાઇન 24 કલાક માટે ચાલુ કરવામાં આવી છે. સીમા જાગરણ મંચ અખિલ ભારતીય સંગઠન છે જેનો પ્રારંભ 1985માં રાજસ્થાનથી કરવામાં આવ્યો હતો. આ સંગઠનના કાર્યકર્તાઓ શાસન, પ્રશાસન અને સમાજ જીવનના દરેક લોકો વચ્ચે હાલની યુદ્ધની સ્થિતિમાં સતત સંપર્કમાં છે.
ભુજ જડબેસલાક બંધ, ભુજ શહેરમાં પોલીસની 7-8 વાન સાયરન સાથે ફરતી કરાઈ. પોલીસે તમામ બજારોમાં ખુલતી દુકાનો અટકાવી હતી અને ખુલ્લી દુકાનોને બંધ કરાવી છે. ભુજમાં એકપણ વ્યક્તિને બહાર ન રહેવા સૂચના અપાઈ છે.