KANDAHAR PLANE HIJACK MASTERMIND : ઓપરેશન સિંદૂરમાં આતંકી રઉફ અઝહર (વિમાન હાઇજેકિંગનો માસ્ટરમાઇન્ડ) નું મોત.

KANDAHAR PLANE HIJACK MASTERMIND : પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું છે. આ ઓપરેશન અંતગર્ત ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલા કર્યા હતા. હવે આ ઓપરેશન સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. આતંકવાદી રઉફ અઝહર ઓપરેશન સિંદૂરમાં માર્યો ગયો છે. રઉફ અઝહર IC-814 વિમાન હાઇજેકિંગનો માસ્ટરમાઇન્ડ હતો, જેને ‘કંધાર પ્લેન હાઇજેક’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
KANDAHAR PLANE HIJACK MASTERMIND : અબ્દુલ રઉફ અઝહર 1999ના કંદહાર વિમાન હાઇજેક (IC-814)નો માસ્ટરમાઇન્ડ હતો. તે જૈશ-એ-મોહમ્મદના સ્થાપક મૌલાના મસૂદ અઝહરનો નાનો ભાઈ હતો. રઉફે પોતાના ભાઈને ભારતીય જેલમાંથી મુક્ત કરાવવા માટે હરકત-ઉલ-મુજાહિદ્દીન અને ISI સાથે મળીને હાઇજેકિંગનું કાવતરું ઘડ્યું હતું. તેણે કાઠમંડુમાં ઓપરેશનનું કાવતરું રચ્યું હતું અને તેનો ભાઈ ઇબ્રાહિમ અતહર પણ સામેલ હતો. રઉફની ભૂમિકા રણનિતિ ઘડવા અને સૂચનાઓ આપવા સુધી મર્યાદિત હતી. બાદમાં તે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી હુમલાઓમાં સક્રિય હતો. તે ભારતમાં ‘મોસ્ટ વોન્ટેડ’ રહ્યો છે.
KANDAHAR PLANE HIJACK MASTERMIND : 24 ડિસેમ્બર 1999ના રોજ કાઠમંડુ (નેપાળ) થી દિલ્હી જતી ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ IC-814નું માસ્ક પહેરેલા 5 આતંકવાદીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. વિમાનમાં 176 મુસાફરો અને 15 ક્રૂ સભ્યો સવાર હતા. આ ભારતીય ઇતિહાસની સૌથી લાંબી અને ભયાનક હાઇજેકિંગ ઘટનાઓમાંની એક છે, જે 7 દિવસ સુધી ચાલી હતી. હાઇજેકર્સ વિમાનને અમૃતસર, લાહોર, દુબઈ અને અંતે અફઘાનિસ્તાનના કંધાર લઈ ગયા, જ્યાં તે સમયે તાલિબાનનું શાસન હતું.
KANDAHAR PLANE HIJACK MASTERMIND : વિમાને કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતા જ આતંકવાદીઓએ કોકપીટ પર કબજો કરી લીધો અને બંદૂકની અણીએ પાઇલટને વિમાનને કાબૂલ લઈ જવાનો આદેશ આપ્યો. લાહોરમાં પાકિસ્તાની અધિકારીઓની પરવાનગી વિના લેન્ડીંગની મંજૂરી આપી અને ઇંધણ ભરવામાં આવ્યું. ત્યારબાદ વિમાન દુબઈ પહોંચ્યું, જ્યાં 27 મુસાફરો (મહિલાઓ અને બાળકો) અને રુપિન કાત્યાલના મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યા.
KANDAHAR PLANE HIJACK MASTERMIND : 25 ડિસેમ્બરને વિમાન કંધાર પહોંચ્યું, જ્યાં તાલિબાને મધ્યસ્થતા કરી. હાઇજેર્ક્સે પોતાની માંગો રાખી, જેમાં 36 આતંકવાદીઓની મુક્તિ, 200 મિલિયન ડોલર અને મૃત્યું પામેલા આતંકવાદી સજ્જાદ અફઘાનીની ડેડબોડી સામેલ હતી. લાંબી વાતચીત બાદ બહરત સરકારે મુસાફરોનીએ સુરક્ષા માટે 3 આતંકવાદીઓને મુક્ત કરવાનો નિર્ણય કર્યો, જેમાં મૌલાના મસૂદ અઝહર (જૈશ-એ-મોહમંદના સંસ્થાપક), અહમદ ઉમર સઇદ શેખ અને મુશ્તાક અહમદ જરગર સામેલ હતા.
KANDAHAR PLANE HIJACK MASTERMIND : 31 ડિસેમ્બર 1999 ના આ આતંકવાદીઓને કંધાર લઇ જવામાં આવ્યા, અને બદલામાં તમામ બંધકોને મુક્ત કરી દીધા. મુસાફરોને વિશેષ વિમાન મારફતે ભારત લાવવામાં આવ્યા. કંધાર હાઇજેકના માસ્ટર માઇન્ડ મૌલાના મસૂદ અઝહરને ગણવામાં આવે છે, જોકે તે સમયે ભારતીય જેલમાં બંધ હતો. આ હાઇજેકને આતંકવાદી સંગઠન હરકત-ઉલ-મુજાહિદ્દીને અંજામ આપ્યો હતો, તેની પાછળ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ની ભૂમિકા હોવાની વાત પણ સામે આવી હતી. હાઇજેકનો મુખ્ય ઉદ્દેશ્ય મસૂદ અઝહર સહિત ટોચના આતંકવાદીઓને મુક્ત કરાવવાનો હતો.