
નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ અને બોમ્બ-સ્ક્વોડનું સ્ટેડિયમમાં ચેકિંગ, પાકિસ્તાનના નામથી GCAને ઇ-મેલ મળ્યો
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેલ મળ્યો છે. પાકિસ્તાનના નામથી GCAને એક ઇ-મેલ મળ્યો છે, જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ઇ-મેલ થોડા સમય પહેલાં GCAને મળતાં આ અંગેની જાણ અમદાવાદ પોલીસને કરવામાં આવી હતી. એ અંગે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ અને બોમ્બ-સ્ક્વોડ દ્વારા સ્ટેડિયમમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
‘We Will Blast Your Studium’
આ અંગે સિનિયર IPS અધિકારીએ જણાવ્યું હતું કે આ ઇ-મેલ પાકિસ્તાન જેકેના નામનો મળ્યો છે અને એક લાઈનમાં ‘We Will Blast Your Studium’ લખ્યું છે. આગામી દિવસમાં IPLની મેચ યોજાવાની છે અને આ ઇ-મેલને સહેજ પણ સરળતાથી ન લેવાની જગ્યાએ હાલ તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે.