
ભારતે આ 5 એરપોર્ટ તાત્કાલિક બંધ કર્યા, એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ રદ
ભારતે આ 5 એરપોર્ટ તાત્કાલિક બંધ કર્યા, એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ રદ
જમ્મુ-શ્રીનગર- લેહ- ધરમશાલા અને અમૃતસર એરપોર્ટ તાત્કાલિક બંધ કરવામાં આવ્યા છે. આ દરમિયાન મળતી માહિતી અનુસાર, એર ઈન્ડિયાએ તેની તમામ ફ્લાઈટ્સ રદ કરી છે.
ભારતીય સેના અડધી રાત્રે પાકિસ્તાનના 9 ઠેકાણે એરસ્ટ્રાઈક કર્યા બાદ ભારતભરમાં ઍલર્ટ આપવામાં આવ્યું છે. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ આતંકવાદીઓના ઠેકાણા પર હુમલા કર્યા હતા. જે બાદ શ્રીનગર એરપોર્ટ સામાન્ય લોકો માટે બંધ કરી દેવાયું છે. આટલું જ નહીં ભારતમાં અનેક ફ્લાઇટ્સ રદ પણ થઈ છે.
એર ઈન્ડિયાએ બપોરના 12 વાગ્યા સુધીની જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, ચંડીગઢ, પંજાબ જતી તમામ ફ્લાઇટ્સ રદ કરી છે. જામનગર, ભુજ, રાજકોટ, જોધપુર, અમૃતસરની તમામ ફ્લાઇટ રદ કરવામાં આવી છે.
ઈન્ડિગોની પણ અનેક ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે.
મુસાફરો માટે ખાસ એડવાઇઝરી જાહેર કરાઇ છે કે તેઓ યાત્રા શરૂ કરતાં પહેલા ફ્લાઇટની જાણકારી મેળવી લે.