BOTAD RAIN : બોટાદ જિલ્લાના વાતાવરણમાં પલટો, કરા સાથે કમોસમી વરસાદ શરુ, હવામાન વિભાગે પણ આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે.

BOTAD RAIN : બોટાદ જિલ્લાના વાતાવરણમાં પલટો, કરા સાથે કમોસમી વરસાદ શરુ, હવામાન વિભાગે પણ આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે.

Botad-rain
Botad-rain

BOTAD RAIN : રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે પણ આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે બોટાદ જિલ્લાના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. સવારથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ જિલ્લામાં અલગ-અલગ વિસ્તારમાં કરા સાથે કમોસમી વરસાદ શરુ થયો છે.

BOTAD RAIN : બોટાદ તાલુકાના પાળીયાદ ગામ સહિત રાણપુર તાલુકાના રાણપુર સહિત મોટી વાવડી ગામે કમોસમી વરસાદ શરૂ થયો છે. કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના જુવાર, બાજરી, તલ સહિતના ઉનાળુ પાકને મોટાપાયે નુકશાન થવાની શક્યતા છે.

ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ભાવનગર જિલ્લામાં વાતાવરણ અચાનક પલટો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ શરૂ થયો છે. ભાવનગર-રાજકોટ હાઇવે રોડ પર સિહોર, સોનગઢ, સણોસરા સહિતના વિસ્તારના ગામોમાં હળવો વરસાદ શરૂ થયો છે.

વરસાદના કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી છે. પરંતુ આ કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતા કરનારો છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોના ઉનાળુ પાકને નુકસાન થવાનો ખતરો છે.

ભાવનગર શહેરમાં પણ વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ શરુ થયો છે. બદલાયેલા વાતાવરણ વચ્ચે શહેરમાં ગાજવીજ સાથે હળવા છાંટા શરૂ થયા છે. 40 ડિગ્રીના તાપમાન વચ્ચે વરસાદી વાતાવરણના કારણે કાળઝાળ ગરમીથી લોકોએ આંશિક રાહત મળી છે.

પરંતુ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વ્યાપક વધારો થયો છે

આજે આ જિલ્લાઓમાં કરાઈ છે વરસાદની આગાહી

આજે સોમવાર 5મેના દિવસે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર અને બોટાદ સહિતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી કરાઈ છે.

BOTAD RAIN : આગામી પાંચ દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટશે. હાલ સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં અચાનક હવામાનમાં પલટો આવ્યો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી પણ કરવામાં આવી છે. આજે પણ વરસાદને લઇ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 8મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *