માંડવી માં ઓધવ રથ અને ઓધવજ્યોત નું ભાવભેર ભવ્ય સ્વાગત કરાયું

માંડવી માં ઓધવ રથ અને ઓધવજ્યોત નું ભાવભેર ભવ્ય સ્વાગત કરાયું

ભાનુશાલી મહાજન માંડવી દ્વારા ઓધવ રથ અને ઓધવજ્યોત નું ભવ્ય સ્વાગત કરાયું

તા.28,29,30 એપ્રિલ – 2025 ના જખૌ કચ્છ મધ્યે આયોજિત સુવર્ણ મહોત્સવ પ્રસંગે સદ્દગુરુ ભગવાન ઓધવરામ મંદિર પુન: ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત હરિદ્વાર થી પ્રારંભ થઈ ભારતભરમાં ભ્રમણ કરી, વિવિધ પ્રાંતોમાં ભગવાન ઓધવરામનું જ્ઞાતિ ગંગાનું સંદેશ પહોંચાડી ને ઓધવ રથ સાથે ઓધવજ્યોત માંડવી આવી પહોંચી હતી

 તા. ૨૪–૦૪–૨૦૨૫ ને ગુરુવાર રોજ રાત્રે ૮:૦૦ કલાકે ઓધવરથ ઓધવ જ્યોત નું ભવ્ય સામૈયુ શ્રી ભાનુશાલી મહાજન માંડવી ની ત્રણેય પાંખ શ્રી ભાનુશાલી મહાજન માંડવી, શ્રી ભાનુશાલી મહીલા મંડળ માંડવી, શ્રી ભાનુશાલી યુવક મંડળ માંડવી ના સંયુક્ત રીતે આયોજન કરી માંડવી નલિયા રોડ પર થી સ્વાગત કરી બાઇક રેલી સ્વરૂપે ધવલ નગર, બાબાવાડી, વિઠ્ઠલવાડી, જૈન પૂરી રોડ થી આઝાદચોક થઈ સ્વામિનારાયણ મંદિર રોડ ઉપર થી કલવાણ રોડ સ્થિત ભાનુશાલી દ્વારા સુધી ની નગર પ્રદક્ષિણા કરવામાં આવી.

ઓધવ રથ ને જોવા બહોળી સંખ્યામાં ભાવિકો ની ભીડ થી માંડવીમાં ટ્રાફિકજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ પ્રસંગે બહોળી સંખ્યામાં ભાનુશાલી ભાઇઓ, બહેનો અને યુવાનો, મહાજન પ્રમુખ શ્રી જયેશભાઈ ભાનુશાલી તથા સર્વે કારોબારી સભ્યો ઉપસ્થિત હતા.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *