AHMEDABAD SPA CENTRE : સ્પા સંચાલકો પાસેથી હપ્તા લઈ કોન્સ્ટેબલ વિજય શ્રીમાળી કરોડપતિ બન્યો, મહારાષ્ટ્ર-ગુજરાતમાં કુલ રૂ. 1.3 કરોડની મિલકત એકઠી કરી

AHMEDABAD SPA CENTRE : સ્પા સંચાલકો પાસેથી હપ્તા લઈ કોન્સ્ટેબલ વિજય શ્રીમાળી કરોડપતિ બન્યો, મહારાષ્ટ્ર-ગુજરાતમાં કુલ રૂ. 1.3 કરોડની મિલકત એકઠી કરી

AHMEDABAD SPA CENTRE
AHMEDABAD SPA CENTRE

AHMEDABAD SPA CENTRE : અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ચાલતા સ્પા સેન્ટરોમાં કેટલાક પોલીસકર્મીઓ દ્વારા થયેલી બેફામ ઉઘરાણીના અનેક આક્ષેપો વચ્ચે કોન્સ્ટેબલ વિજય શ્રીમાળી નામના પોલીસકર્મી વિરુદ્ધ કાર્યવાહી તેજ થઈ છે. સ્પા સંચાલકો પાસેથી હપ્તા લઈ 1.3 કરોડની સંપતિનો કોન્સ્ટેબલ માલિક બન્યો હોવાની ACB અને સાયબર ક્રાઈમની તપાસમાં ઘટસ્ફોટ થયો છે.

પોલીસ કમિશનરના આદેશ બાદ સાયબર ક્રાઈમ વિભાગે તેમની વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી. જે તપાસમાં પત્નીના નામે પ્લોટ, મહારાષ્ટ્રમાં ત્રણ વીઘા જમીન, 26 લાખની FD અને અન્ય જમીન-ફ્લેટના પુરાવા મળ્યા બાદ હવે વિજય શ્રીમાળીની વિરુદ્ધ રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

મહારાષ્ટ્ર-ગુજરાતમાં કુલ રૂ. 1.3 કરોડની મિલકત એકઠી કરી
કોન્સ્ટેબલ વિજય શ્રીમાળીની મિલકત અને રોકાણની તપાસમાં એન્ટિ કરપ્શન બ્યુરો પણ જોડાયું હતું. તપાસના આધારે મળેલી માહિતી અનુસાર, વિજયે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કુલ રૂ. 1.3 કરોડની મિલકત એકઠી કરી છે. જેમાં રૂ. 31.6 લાખની મિલકત તેમની આવક કરતાં વધુ હોવાનું સામે આવ્યું છે, જે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો ગણાય છે. વિજયે 20 વર્ષમાં આ મિલકત ભેગી કરી હોવાનું જાણવા મળ્યું છે.

કેટલી મિલકત અને રોકાણ?

પોતાના નામે ફલેટ-એ/એક્ષ/5, સરળ એપાર્ટમેન્ટ, સુભાષબ્રિજ,અમદાવાદ શહેર

પત્ની શીતલબેનના નામે રોકડેથી વર્ષ-2008માં ગોધરા ખાતે ખરીદેલ ખાનગી પ્લોટ

પત્નીના નામે વતન-મહારાષ્ટ્રમાં વર્ષ-2017માં ત્રણ વીઘા ખેતીની જમીન રોકડેથી ખરીદી

પોતાના તથા પત્ની શીતલબેનના સંયુકત નામે મહારાષ્ટ્ર રાજયના ધુલે, વાલવાડી ખાતે 180 ચોરસ મીટરવાળું રહેણાંક મકાન વર્ષ 2024માં ખરીદી.

પોતાના નામે 2013માં હોન્ડા મેસ્ટ્રો કાર તથા વર્ષ 2016માં હોન્ડા ડ્રીમ યુગા, વર્ષ 2021માં એક્ટિવા તથા વર્ષ 2019માં હુન્ડાઇ આઇ-20 કાર ખરીદી.

પોતાના તથા પોતાની પત્નીના નામે સંયુકત રીતે બેન્કમાં તથા પોસ્ટ ઓફિસમાં ફિક્સ ડિપોઝીટ પેટે રુ.26 લાખનું રોકાણ કર્યું છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *