AMBULANCE THEFT IN VADODARA : કાર, રીક્ષા, બાઈક… જેવા વાહનો બાદ હવે વડોદરામાં એમ્બ્યુલન્સ ની ચોરી

AMBULANCE THEFT IN VADODARA : કાર, રીક્ષા, બાઈક… જેવા વાહનો બાદ હવે વડોદરામાં એમ્બ્યુલન્સ ની ચોરી

AMBULANCE THEFT IN VADODARA
AMBULANCE THEFT IN VADODARA

AMBULANCE THEFT IN VADODARA : વડોદરામાં વાહનો ચોરીના બનતા ઉપર છાપરી બનાવોમાં ચોરોએ એમ્બ્યુલન્સ પણ બાકી રાખી નથી.

શહેરમાં પાર્કિંગના સ્થળોએથી સ્કૂટર,બાઈક, રિક્ષા, કાર ટ્રક અને ટ્રેલર જેવા વાહનોની ચોરીઓના બનાવો બનતા હોય છે. પરંતુ ગઈકાલે એમ્બ્યુલન્સની ચોરીનો બનાવ બન્યો હતો.

નડિયાદ સિવિલ હોસ્પિટલની પાસે યોગીરાજ સોસાયટીમાં રહેતા અને આઉટસોર્સના ડ્રાઇવર તરીકે હોસ્પિટલની એમ્બ્યુલન્સ ચલાવતા ચંદ્રકાંતભાઈ કાપડિયા એ પોલીસને કહ્યું છે કે, ગઈતા 19 મી એ સાંજે બે પેશન્ટને ઇમરજન્સીમાં વડોદરા લાવવામાં આવ્યા હતા. બંને પેશન્ટને વડોદરા સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં એડમિટ કર્યા બાદ હું એમ્બ્યુલન્સ લઈ પરત ફરતો હતો ત્યારે છાણી ગુરુદ્વારા નજીક એમ્બ્યુલન્સ એક સાઇટ પર પાર્ક કરી રોડ ક્રોસ કરીને પાણી ભરવા માટે ગયો હતો. આ દરમિયાન એમ્બ્યુલન્સમાં જ ચાવી લટકાવેલી હોવાથી એક પાતળા બાંધાનો એક યુવક એમ્બ્યુલન્સ ચાલુ કરી છાયાપૂરી તરફ ફરાર થઈ ગયો હતો. 12 લાખની કિંમતની એમ્બ્યુલન્સ ચોરાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *