AHMEDABAD WAQF : અમદાવાદમાં 5 માથાભારે શખસોએ વક્ફ બોર્ડની મિલકતો પર ગેરકાયદે કબ્જો કરીને મોટાપાયે છેતરપિંડી કરી

AHMEDABAD WAQF : અમદાવાદમાં 5 માથાભારે શખસોએ વક્ફ બોર્ડની મિલકતો પર ગેરકાયદે કબ્જો કરીને મોટાપાયે છેતરપિંડી કરી

AHMEDABAD WAQF
AHMEDABAD WAQF

AHMEDABAD WAQF : વક્ફ બોર્ડના નવા કાયદા મુજબ કોઇએ મિલકત પડાવી લીધી હોય કે મિલકતોનો ગેરકાયદે કબ્જો કરીને ભાડા વસુલતા હોય તેવા તત્ત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં કાચની મસ્જિદ અને શાહ બડા કાસમ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

અમદાવાદના જમાલપુરમાં આવેલી કાચની મસ્જિદ નજીકના ચોબદારના ડહેલામાં રહેતા મોહંમદ રફીક અંસારીએ ગાયકવાડ હવેલી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમનું મકાન કાચની મસ્જિદના ટ્રસ્ટની માલિકીનું છે અને તેનો કબ્જો વક્ફ બોર્ડ પાસે છે. જે મકાન 80 વર્ષ પહેલા પચ્ચીસ પૈસાના ભાડેથી મોહંમદ રફીકના પિતાને મળ્યું હતું. જમાલપુરમાં કાંચની મસ્જિદ ટ્રસ્ટની સાથે શાહ બડા કાસમ ટ્રસ્ટ પણ આવેલું છે. આ બંને ટ્રસ્ટ મસ્જિદ ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડમાં નોંધાયેલા છે. આ બંને ટ્રસ્ટની કુલ 27 જેટલી મિલકતોનું ભાડુ બને ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા ઉઘરાવવામાં આવે છે. નિયમ મુજબ આ આવકના સાત ટકા વક્ફ બોર્ડમાં જમા કરાવવા પડે છે.

AHMEDABAD WAQF : આ ટ્રસ્ટમાં વર્ષ 1980થી અબ્દુલહબીબ શેખ, અમીરૂદ્દીન અબ્દુલહબીબ, મુસ્તુફા શેખ, ઇમાનખાન રસુલખાન, સરવરખાન પઠાણ , ખલીલ અહેમદ અને અબ્દુલ કરીમ શેખ ટ્રસ્ટી તરીકે હતા. આ ટ્રસ્ટની મિલકતોમાં 100 મકાન અને 25 દુકાનોનો સમાવેશ થાય છે. પરંતુ, જુના ટ્રસ્ટીઓના મરણ થયા હતા. કેટલાંક લોકોએ ટ્રસ્ટી હોવાના ખોટા સોંગધનામાં કરીને વહીવટમાં ગેરરીતિ શરૂ કરી હતી.

હાલ કાંચની મસ્જિદની બાજુમાં જમીન આવેલી છે. આ જમીન ટ્રસ્ટ દ્વારા મ્યુનિસીપલ કોર્પોરેશનને સોપવામાં આવી હતી. જ્યા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ઉર્દૂ શાળા નંબર 9 અને 10 બનાવવામાં આવી હતી. પરંતુ ભુંકપમાં આ જમીન જર્જરીત થઈ જતા ખોટી રીતે બની ગયેલા ટ્રસ્ટીઓએ આ તકનો ખોટા લાભ લઇને વાત ફેલાવી હતી કે આ બિલ્ડીંગ જર્જરીત હોવાથી જાનહાની થઈ શકે તેમ છે. જેથી આ સ્કૂલના અન્ય સ્થળે ટ્રાન્સફર કરાવી દીધી હતી. બાદ સ્કૂલની બિલ્ડીંગ તોડીને ટ્‌સ્ટીઓએ 10 દુકાનો બનાવી હતી.

AHMEDABAD WAQF : જેમાં એક દુકાનમાં સલીમખાન પઠાણ નામના વ્યક્તિએ એક દુકાનમાં સોદાગર કન્ટ્ર્‌ક્શનનની ઓફિસ ખોલીને અન્ય નવ દુકાનો ભાડે આપી દીધી હતી. જે ભાડાની રકમ મ્યુનિલિપલ કોર્પોરેશનમાં કે ટ્રસ્ટમાં જમા કરાવવામાં આવી નહોતી. એટલુ જ નહીં કાચની મસ્જિદ પાછળ સલીમ ખાનની નજીકમાં રહેતા મંહમદયાસર શેખ, મેહમુદખાન પઠાણ, ફૈઝ મોંહંદમ ચૌબદાર અને સાહિલ યાકુબ શેખના નામ વક્ફ બોર્ડના ટ્રસ્ટી તરીકે દાખલ થયા ન હોવા છતાંય, તેમણે 25થી 30 દુકાનો અને 200 જેટલા મકાનોના ભાડા વસુલ્યા હતા. આ ઉપરાંત છ માળના બે ગેરકાયદે એપાર્ટમેન્ટ પણ તૈયાર કરીને નાણાં પડાવ્યા હતા. આમ, સલીમ ખાન અન્ય ચાર માથાભારે શખસોએ વક્ફ બોર્ડની મિલકતો પર ગેરકાયદે કબ્જો કરીને મોટાપાયે છેતરપિંડી કરી હતી.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *