
ગાંધીનગરના સરગાસણ માં બિલ્ડિંગ ના પ્રથમ માળે આવેલી ઓફિસમાં અચાનક આગ ભભૂકી ઊઠી
ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં રેડીઅંટ સ્કૂલ નજીક આવેલી MKC ઈન્ફ્રાસ્ટ્રકચર બિલ્ડિંગમાં આજે આગ લાગવાની ઘટના બની, બિલ્ડિંગના પ્રથમ માળે આવેલી ઓફિસમાં અચાનક આગ ભભૂકી ઊઠી. આગની જાણ થતાં જ નજીકની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. ભારે જહેમત બાદ ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.
આગની વિકટ પરિસ્થિતિને જોતાં વધુ ત્રણ ફાયર ટેન્કરોને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા. આગના કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા. ફાયર બ્રિગેડના અધિકારીઓ અને જવાનોની ટીમ આગ પર કાબૂ મેળવવાની કામગીરીમાં જોડાઈ હતી.
સૂત્રો થી મળતી માહિતી મુજબ હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ફાયર બ્રિગેડની ટીમ આગ બુઝાવવાની કામગીરી સાથે સાથે નુકસાનનું પ્રાથમિક આકલન પણ કરી રહી છે.