
ભાનુશાલી મહાજન માંડવી દ્વારા 136મી ઓધવરામ જયંતિ સરસ્વતી સન્માન અને રામનવમીની ત્રિવેણી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

ભાનુશાલી મહાજન માંડવી દ્વારા 136મી ઓધવરામ જયંતિ સરસ્વતી સન્માન અને રામનવમીની ત્રિવેણી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
ભાનુશાલી મહાજન માંડવી અને ભાનુશાલી યુવક મંડળ માંડવી ના સંયુક્ત ઉપક્રમે વિઠ્ઠલવાડી માંડવી મધ્યે 136મી ઓધવરામ જયંતિ અને 29 માં સરસ્વતી સન્માન સાથે રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
સૌપ્રથમ દ્વારાના સંત શ્રી કરસનદાસ અને મહાજન અગ્રણી તથા દાતા પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવ્યું.
ભાનુશાલી મહિલા મંડળ માંડવી દ્વારા સ્વાગત ગીત અને રામચરિત્ર ને લગતુ ભવ્ય મંત્રમુગ્ધ કરતું નાટક રજૂ કરવામાં આવ્યું.
29 માં સરસ્વતી સન્માનના મુખ્ય દાતા:કલાવંતી બેન હરિરામ નારાણજીભાઈ વડોર પરિવાર તરફથી જ્ઞાતિના વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવેલ120 થી 125 વિદ્યાર્થીઓને ઇનામ અને મેડલ આપવામાં આવ્યા.
બાલ મંદિરના વિદ્યાર્થીઓને સ્વ: પરસોતમ મેઘજી નંદા પરિવાર ના રુક્ષ્મણી બેન દ્વારા પ્રોત્સાહક ઇનામો અપાયા.
રોકડ પુરસ્કારના દાતા તરીકે સ્વઃ ખીમજી દામજી કટારમલ પરિવાર અને માસ્ટર ડિગ્રી ના પ્રોત્સાહક દાતા તરીકે ઈશ્વરલાલ માધવજી નંદાએ લાભ લીધો.
સમાજના વિદ્યાર્થીઓને નોટબુક તથા પુસ્તકોના કાયમી દાતા સ્વ: ધનલક્ષ્મીબેન અશ્વિનકુમાર મંગેના સુપુત્ર સ્વ:ધવલકુમાર અને સુપુત્રી સ્વ:વિનિ બેનને પણ યાદ કરવામાં આવ્યા.
મહાપ્રસાદ ના દાતા નો લાભ ગોમતીબેન ઉંમરશીભાઈ કટારમલ પરિવારે લીધો હતો. ઓધવરામ બાપાની આરતીનું ચડાવવાનું લાભ કલાવંતી બેન હરિરામ નારાણજીભાઈ વડોર પરિવાર લીધો.
તાજેતરમાં જ બાર કાઉન્સિલ ની પરીક્ષા પાસ કરી વકીલની માનદ પદવી મેળવેલ જીલ અતુલભાઇ દામા તથા નિશા રોહન મેંગર અને સુમિત પંકજભાઈ કટારમલને Gpscની પરીક્ષામાં પાસ કરી ક્લાસ ટુ ઓફિસર બનવા બદલ જ્ઞાતિ ગૌરવ વધારવા બદલ સન્માનવા માં આવ્યા.માંડવીના યોગગુરૂ પંકજભાઈ કટારમલ દ્વારા પ્લાસ્ટિકનો ઓછો વપરાશ કરીને પર્યાવરણને બચાવવા માટેનું પોતાના પ્રવચનમાં જણાવવામાં આવ્યું.
યુવક મંડળના પ્રમુખ મનોજભાઈ મંગે દ્વારા આજના યુગમાં શિક્ષણ જ સફળતાનો ગુરુ મંત્ર છે એવું જણાવવામાં આવ્યું.બહોળી સંખ્યામાં પધારેલ જ્ઞાતિજનો ઓધવ રાસ રમી અને મહાપ્રસાદ નો લાભ લીધો.
આ કાર્યક્રમને સફળ બનાવવા મહાજન પ્રમુખ જયેશભાઈ હુરબડા યુવક મંડળ પ્રમુખ મનોજભાઈ મંગે, મયુર નંદા, ઈશ્વર નંદા, નરેશ ગજરા, કિશન ગજરા, ગિરીશ ગજરા, લાલજીભાઈ કટારમલ, વિજયભાઈ મેંગર, જગદીશભાઈ ધીરાઉ, ઈશ્વરભાઈ માવ, ધનજીભાઈ મંગે, રાજેશભાઈ મીઠિયા,રાકેશભાઈ કટારમલ,રમેશભાઈ નંદા માંડવી ભાનુશાલી બોર્ડિંગના વિદ્યાર્થીઓ મહિલા પ્રમુખ ભાવનાબેન નંદા, હંસાબેન કટારમલ, ગીતાબેન ગજરા, શિલ્પાબેન ગજરા, દીપાબેન મેંગર, સાવિત્રીબેન નંદા, ભાવિકાબેન મંગે,રીમાબેન હુરબડા, દક્ષાબેન કટાર મલ ,પૂજાબેન ભદ્રા ,કલ્પનાબેન ગજરા,વર્ષાબેન કટારમલ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન કિશન ગજરા એ કર્યું હતું.
વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો