અમદાવાદ પોલીસ કમિશનરની મોટી કાર્યવાહી, 38 પોલીસકર્મીઓની આંતરિક બદલીના આદેશ

અમદાવાદ પોલીસ કમિશનરની મોટી કાર્યવાહી, 38 પોલીસકર્મીઓની આંતરિક બદલીના આદેશ

ગુજરાતમાં મોટાપાયે પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરના 38 પોલીસકર્મીઓની ક્રાઇમ અને ટ્રાફિક વિભાગમાં બદલી કરવામાં આવી છે. પોલીસ કમિશનર જી.એસ. મલિકે પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ સહિતના 38 પોલીસકર્મીઓની આંતરિક બદલીના આદેશ આપ્યા છે. પોલીસ કમિશનર આ કાર્યવાહીથી પોલીસબેડામાં ખળભળાટ શરૂ થઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ રાજ્યના 25 IPS અધિકારીની બદલી કરવાના આદેશ કરવામાં આવ્યા હતા. 

215 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઇ હતી

થોડા દિવસો અગાઉ સુરેન્દ્રનગરમાં 215 પોલીસ કર્મચારીઓની તાત્કાલિક અસરથી બદલી કરાઈ હતી. સુરેન્દ્રનગર નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગીરીશ પંડ્યાએ 215 પોલીસ કર્મચારીઓના બદલીના આદેશ આપ્યા હતા. જેમાં કેટલાકની સ્વવિનંતીથી બદલી કરવામાં આવી હતી તો કેટલાક કર્મીની જાહેર હિતમાં બદલી કરવામાં આવી હતી.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *