અમરેલી નજીક કારખાનામાં વિકરાળ આગ: ફાયરબ્રિગેડ, મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે
અમરેલી જિલ્લાના જાફરાબાદના બાબરકોટ ગામ નજીક આવેલા ખાનગી કારખાનામાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 7 જેટલી ફાયર બ્રિગેડની ટીમોએ ઘટનાસ્થળે દોડી જઇ આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે.
અમરેલી જિલ્લાના જાફરબાદ નજીક ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. જાફરાબાદના બાબરકોટ નજીક આવેલા ખાનગી કારખાનામાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી છે. આ કારખાનામાં કચરાનું રિસાયક્લિંગ કરવામાં આવતું હતું. અગમ્ય કારણોસર આગ લાગી હતી, જેને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં 7 જેટલી ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
