મહેસાણાના પિતા-પુત્રીની USમાં હત્યા

મહેસાણાના પિતા-પુત્રીની USમાં હત્યા

અમેરિકામાં US વધુ એક ગુજરાતીની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. US અમેરિકાના વર્જિનિયામાં મહેસાણાના પિતા-પુત્રીની હત્યા થઇ હોવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુબજ US અમેરિકાના વર્જિનિયા રાજ્યના એકોમેક કાઉન્ટીમાં મહેસાણાના કનોડા ગામના મૂળ વતની પટેલ પરિવારના બે સભ્યોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મૃતક પિતા-પુત્રીની ઓળખ 56 વર્ષીય પ્રદીપકુમાર રતિલાલ પટેલ અને તેમની 24 વર્ષીય પુત્રી તરીકે થઈ છે. બંને તેમની દુકાનમાં હતા ત્યારે એક અશ્વેત શખ્સે દુકાનમાં પ્રવેશ કર્યો હતો. આ શખ્સે બંને પર ગોળીબાર કર્યો હતો.

ઘટનાની જાણ થતાં સ્થાનિક US પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હત્યા કરનાર અશ્વેત શખ્સની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાએ અમેરિકામાં વસતા ગુજરાતી સમુદાયમાં ભારે શોકની લાગણી ફેલાવી છે. પોલીસે હત્યાના કારણો અંગે તપાસ શરૂ કરી છે. સ્થાનિક પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે અને જલ્દી જ હત્યાનું કારણ સામે આવશે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *