કોંગ્રેસી સજ્જન કુમારને 40 વર્ષે આજીવન કેદની સજા:

કોંગ્રેસી સજ્જન કુમારને 40 વર્ષે આજીવન કેદની સજા:
કોંગ્રેસી સજ્જન કુમારને 40 વર્ષે આજીવન કેદની સજા:

કોંગ્રેસી સજ્જન કુમારને 40 વર્ષે આજીવન કેદની સજા

દિલ્હીની કોર્ટે શીખ રમખાણો મામલે આરોપી સજ્જન કુમારને જન્મટીપની સજા ફટકારી છે. દિલ્હીના સરસ્વતી વિહારમાં બે શીખોની હત્યા કરવા મામલે તેમને દોષિત ઠેરવાયા હતા. આ મામલે સજ્જન કુમારને જન્મટીપની સજા ફટકારી છે. રાઉઝ એવન્યૂ કોર્ટે ચુકાદો આપ્યો હતો.

શીખ વિરોધી રમખાણો શું છે?

1984માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ શીખ વિરોધી રમખાણો ફાટી નીકળ્યાં હતાં. પંજાબમાં શીખ આતંકવાદને ડામવા માટે ઇન્દિરા ગાંધીએ શીખોના પવિત્ર ધાર્મિક સ્થળ સુવર્ણ મંદિર સંકુલમાં ઓપરેશન બ્લુસ્ટાર શરૂ કર્યું હતું, જેમાં આતંકવાદી ભિંડરાનવાલા સહિત ઘણા લોકો માર્યા ગયા હતા. આ ઘટનાથી શીખો ગુસ્સે ભરાયા હતા.

આના થોડા દિવસો પછી ઇન્દિરા ગાંધીની તેમના જ શીખ અંગરક્ષકોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ પછી, દેશભરમાં શીખ વિરોધી રમખાણો શરૂ થયાં, જેની સૌથી વધુ અસર દિલ્હી અને પંજાબમાં જોવા મળી હતી. રમખાણો દરમિયાન લગભગ સાડા ત્રણ હજાર લોકો માર્યા ગયા હતા.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *