
સાઉદી અરબના ચલણને મળ્યુ નિશાન
રૂપિયા અને ડોલરની જેમ હવે સાઉદી અરબના ચલણનું પણ પોતાનું નિશાન હશે. સાઉદી અરેબિયાના રાજા સલમાન બિન અબ્દુલ અઝીઝે દેશના ચલણના પ્રતીક રિયાલને સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી સ્થાનિક, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે સાઉદી અરેબિયાની નાણાકીય માન્યતા વધશે. ભારત અને અમેરિકા સહિત ફક્ત 4 દેશો પાસે જ આવું પોતાનું પ્રતીક છે. હવે આ યાદીમાં સાઉદી અરેબિયાના રિયાલનો પણ સમાવેશ થયો છે.