BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવમાં PM નરેન્દ્ર મોદીનું વર્ચ્યુઅલ સંબોધન, જુઓ શું કહ્યું

PM MODI
PM MODI

PM મોદીએ જણાવ્યું કે, ”મારું સૌભાગ્ય રહ્યું કે મને બાળપણથી જ ભગવાન સ્વામિનારાયણ ભગવાન અને BAPS સાથે જોડાવાનો અવસર મળ્યો”

અમદાવાદ BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વધુ એક વખત ઇતિહાસ રચાયો છે. નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં સુવર્ણમહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓની ઉપસ્થિતિ રહ્યા હતા. જેમાં દેશ- વિદેશમાંથી અંદાજે એક લાખ જેટલા કાર્યકરો અને હરિભક્તો ઉપસ્થિત રહ્યા છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાર્યકરોને વર્ચ્યુઅલી સંદેશો આપ્યો હતો.

આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, કાર્યકર સુવર્ણ મહોત્સવના અવસરે ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પ્રણામ કરું છું. આજે પ્રમુખ સ્વામી મહારાજની 103મી જન્મ જયંતી છે, હું તેમને નમન કરું છું. વધુમાં કહ્યું કે, BAPSના કાર્યકરો આખા વિશ્વમાં ભારતના પ્રભાવને શક્તિ આપે છે, 28 દેશોમાં 1800 ભગવાન સ્વામિનારાયણના મંદિર છે તેમજ 21000થી વધુ અધ્યાત્મિક કેન્દ્ર દુનિયા જોવે છે ત્યારે ભારતના અધ્યાત્મિક વારસાના દર્શન કરાવે છે. આ મંદિર ભારતની સંસ્કૃતિનું પ્રતિક છે

PM મોદીએ શું કહ્યું ?

PM મોદીએ જણાવ્યું કે, મારું સૌભાગ્ય રહ્યું કે મને બાળપણથી જ ભગવાન સ્વામિનારાયણ ભગવાન અને BAPS સાથે જોડાવાનો અવસર મળ્યો, પ્રમુખ સ્વામીજીનો જે પ્રેમ અને લાગણી મળી છે તે મારી જિંદગીની સાચી મૂડી છે. વધુમાં તેમણે કહ્યું કે, જ્યારે હું મુખ્યમંત્રી નહોતો ત્યારે તેમજ મુખ્યમંત્રી બન્યો ત્યારે અને પ્રધાનમંત્રી બન્યો તે દરેક ક્ષણે તેમનું અતુલ્ય માર્ગદર્શન મળ્યું છે. જ્યારે સાબરમતીમાં નર્મદાનું પાણી આવ્યું ત્યારે પ્રમુખ સ્વામી આશીર્વાદ આપવા આવ્યા હતા.LED બેલ્ટ્સ ઝગમગી ઉઠ્યો ગ્રાઉન્ડઆ ઐતિહાસિક કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં મહંત સ્વામીનો રથ ગ્રાઉન્ડમાં ફર્યો છે અને ભક્તોને દર્શનનો લહાવો મળ્યો છે. આ ઉપરાંત 280 ફુટની સ્ક્રીન, 1 હજાર 800 લાઈટ્સ, 30 પ્રોજેક્ટર અને બે હજાર સ્વયંસેવકો પર્ફોમન્સ કરીને આકર્ષણ ઉભું કર્યું છે. અંદાજિત એક લાખ સ્વયંસેવકોના હાથમાં LED બેલ્ટ્સ, મેપિંગ અને ટેકનોલોજીથી ગ્રાઉન્ડ ઝગમગી ઉઠ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *