
Maharashtra Election Result 2024 / મહાયુતિના દમદાર પ્રદર્શન વચ્ચે મહારાષ્ટ્રમાં કોણ બનશે CM? ફડણવીસ કે શિંદે?
Maharashtra Election Result 2024 / મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત સાથે દેવેન્દ્ર ફડણવીસ ફરીથી મુખ્યમંત્રી બને તેવી પ્રબળ સંભાવના છે. ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી રહ્યું છે અને શિવસેના (શિંદે જૂથ) પાસે સંખ્યાત્મક તાકાત ઓછી છે. ફડણવીસના અનુભવ અને ભાજપના સ્પષ્ટ વલણને લીધે આ મુખ્યમંત્રીની રેસમાં તેઓ સૌથી આગળ છે.
Maharashtra Election Result 2024 / મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો હવે સ્પષ્ટ થતા દેખાઈ રહ્યા છે. ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના વાળું મહાયુતિ ગઠબંધન 150 બેઠકો પર આગાળ ચાલી રહ્યું છે. જયારે મહાવિકાસ અઘાડી ગઠબંધન 100 બેઠકોના આંકડા સુધી પહોંચવામાં પણ નિષ્ફળ થતું દેખાઈ રહ્યું છે. ત્યારે હવે સવાલ એ ઉઠે છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની ખુરશી પર કોણ બેસશે? આ સવાલ એટલા માટે પણ મહત્ત્વનો છે કારણ કે ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી પહેલા એક નિવેદનમાં કહ્યું હતું કે ચૂંટણીના પરિણામો આવ્યા પછી જ મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે. એવામાં અટકળોનું બજાર ગરમ છે, પરંતુ ભાજપ માટે આ સવાલ એટલો મુશ્કેલ જણાતો નથી.
Maharashtra Election Result 2024 / મહાયુતિ ગઠબંધનમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. અત્યાર સુધીના વલણો અનુસાર, ભાજપ 86 બેઠકો જીતવા તરફ આગળ વધી રહ્યું છે, જ્યારે શિવસેના (શિંદે જૂથ)ને 35 બેઠકો મળતી જોવા મળી રહી છે. બીજી તરફ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના મહા અઘાડી ગઠબંધનની સ્થિતિ મજબૂત નથી. ચૂંટણી પરિણામો પહેલા જ ભાજપના મુખ્યાલયની બહાર દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાના પોસ્ટર લાગી ચુક્યા હતા. આ એ સંકેત હતો કે ભાજપ તેના નિર્ણય અંગે ઘણી હદ સુધી સ્પષ્ટ છે.
દેવેન્દ્ર ફડણવીસનું નામ કેમ આગળ?
Maharashtra Election Result 2024 / દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના રાજકારણનો જાણીતો ચહેરો છે. તેઓ અગાઉ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને અગાઉની મહાયુતિ સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે કામ કર્યું. તેમના નેતૃત્વમાં ભાજપે મહારાષ્ટ્રમાં મજબૂત પકડ બનાવી છે. તેમનો પાછલો કાર્યકાળ દર્શાવે છે કે તેઓ નિર્ણય લેવામાં ઝડપી નેતા છે, પક્ષને આગળ રાખે છે અને વિકાસને પ્રાથમિકતા આપે છે. મહારાષ્ટ્રના ખેડૂતો માટે લોન માફીની યોજના હોય કે મુંબઈમાં મેટ્રો પ્રોજેક્ટની ગતિ હોય, ફડણવીસનું નામ દરેક જગ્યાએ આવતું રહ્યું છે.
Maharashtra Election Result 2024 / ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે મુખ્યમંત્રીની પસંદગી ચૂંટણીના પરિણામો આવ્યા પછી કરવામાં આવશે. પરંતુ હાલની સ્થિતિને જોતા એ સ્પષ્ટ છે કે ભાજપનો દાવો આ પદ પર મજબૂત છે. શિવસેના (શિંદે જૂથ) પાસે પૂરતું સંખ્યાબળ નથી કે તેઓ મુખ્યમંત્રી પદ માટે દાવેદારી કરી શકે. એવામાં ભાજપ પાસે દેવેન્દ્ર ફડણવીસ સિવાય બીજો કોઈ મજબૂત વિકલ્પ દેખાતો નથી.
મહાવિકાસ અઘાડી ગઠબંધનના નેતા ઉદ્ધવ ઠાકરે, જે અગાઉ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, તેઓ આ વખતે પાછળ રહી ગયા. તેમના જૂથ પાસે ન તો પુરતી બેઠકો છે કે ન તો જનસમર્થન, જે તેને મુખ્યમંત્રી પદની રેસમાં ઉભા કરી શકે. આ હાર શિવસેના (ઠાકરે જૂથ) માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે. ચૂંટણી પરિણામો પહેલા ઉદ્ધવ ઠાકરેના સમર્થકોએ તેમના મુખ્યમંત્રી બનવાના પોસ્ટર પણ લગાવ્યા હતા, પરંતુ હવે તેઓ આનાથી ઘણા દૂર દેખાઈ રહ્યા છે.
Maharashtra Election Result 2024 / આગળ શું થશે?
જો વલણો પરિણામોમાં ફેરવાઈ જાય છે, તો દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લે તેવી શક્યતા પ્રબળ છે. મહારાષ્ટ્રના લોકોએ મહાયુતિમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે, અને આ ગઠબંધન હવે રાજ્યને સ્થિરતા અને વિકાસ તરફ લઈ જવા માટે તૈયાર દેખાય છે. દેવેન્દ્ર ફડણવીસના સીએમ બનવાની અટકળોને સાચી પડવામાં સમય નહીં લાગે. એ જોવાનું રસપ્રદ રહેશે કે તેમની નવી સરકાર રાજ્ય સામેના પડકારોનો કેવી રીતે સામનો કરે છે.