
મનોકામના પૂર્ણ કરતી માં આશાપુરા – માતાનામઢ જતાં પદયાત્રી માટે કેમ્પ માં સેવા ની સરવાણી સાંસદ વિનોદભાઈ ચાવડા.
સ્વયંભુ પ્રાગટ્ય દેવીને કચ્છની કુળદેવી સ્વરૂપે માતાનામઢ બિરાજતી માં આશાપુરા ના દર્શનાર્થે પગપાળા સાઇકલ નાના મોટા વાહનોથી જતાં લાખો શ્રધ્ધાળું ભક્તો માટે કચ્છમાં ૨૦૦ થી વધુ સેવા કેમ્પો અને અસંખ્ય લોકો – વાહનો દ્વારા પદયાત્રીઓને સવલતો – ઠંડા પાણી, ઠંડા પીણા, મેડિકલ સુવિધાઓ આપી તેમની યાત્રા વિના વિઘ્ન સફળ થાય તેવી શુભકામના અને પ્રોત્સાહન પૂરું પડે છે તેમ જણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે મે ઘણાં સેવા કેમ્પો ની મુલાકાત લઈ તેમની સેવા ભાવના જોઈ છે, મારી સંસ્થા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ભુજ દ્વારા મિરઝાપર પાસે શ્રી નમો ભારત પદયાત્રી સેવા કેમ્પ શરૂ કરેલ છે.

સર્વશ્રી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ, અંગદાન પ્રણેતા દિલીપભાઇ દેશમુખ, ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ રશ્મિબેન સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિનોદભાઇ વરશાણી, દેવરાજભાઈ ગઢવી, બાલકૃષ્ણા મોતા, અશોકભાઈ હાથી, પચાણભાઈ સંજોટ, માવજીભાઈ ગોસ્વામી, હિતેશભાઈ ખંડોળ, ગંભીરસિંહ જાડેજા, દિનેશભાઈ ઠક્કર, ગોદાવરીબેન ઠક્કર, ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, અલ્પેશભાઈ પટેલ, યોગેશભાઈ ત્રિવેદી, મોહનભાઈ ચાવડા, કિરણભાઈ ગોરી, મનીષભાઈ બારોટ, પ્રકાસભાઈ પટેલ, ધવલરાજ સોલંકી, મનીષાબેન સોલંકી, આશિકાબેન ભટ્ટ, આશાબા જાડેજા, મનીષભાઈ બારોટ, વિરામભાઇ આહીર, રમેશભાઈ દાફડા, નિલેસભાઈ દાફડા, તેમજ મેડિકલ સેવા આપનાર ઉમેશભાઈ આચાર્ય, પરાગભાઈ ચૌધરી, કિશોરભાઈ પટેલ, મુનાભાઈ શાહ, તથા સંસ્થાના સદસ્યો, સતત પદયાત્રીક સેવામાં જોડાયેલા છે, તેમ સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું.
કેમ્પ ની વિશેષતા માન. વડાપ્રધાનશ્રી ની કચ્છ પ્રત્યેની સંવેદના અને તેમના કચ્છ પ્રવાસની ઝલક તેમજ નમો ભારત રેપીડ ટ્રેન, સદસ્યતા અભિયાન, પ્રતિકૃતિ સાથે સેલ્ફી પોઈન્ટ, મિલેટ્સ (બાફેલું કઠોળ), સ્વાદિષ્ટ નાસ્તો, એનર્જી સોફ્ટ ડ્રિંક સાથે સાથે આરામ માટેની સુવિધા સભર કેમ્પ હોવાથી વધુને વધુ યાત્રાળુઓ તેનો લાભ લે તેવી સાંસદશ્રીએ લોક અપીલ કરી છે.