MANDVI : શ્રી વિશ્વકર્મા લુહાર યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન યોજાયો

શ્રી વિશ્વકર્મા લુહાર યુવક મંડળ દ્વારા ભવ્ય ૨૦ મો સરસ્વતી સન્માન સમારોહ નો કાર્યક્રમ ખુબ જ હર્ષોઉલ્હાસ પૂર્વક યુવક મંડળ ના પ્રમુખ સુમિતભાઈ ઉમરાણીયા ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.

જેમાં સ્વામિનારાયણ મંદિર ના સંતો તથા વિશ્વ હિન્દુ પરિષદ (MANDVI) માંડવી નગર ના અધ્યક્ષ અને મંત્રી તથા માંડવી – મુન્દ્રા ના લોકલાડીલા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ તથા સમાજ ને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું.

વિશેષ મા શ્રી વિશ્વકર્મા લુહાર યુવક મંડળ માંડવી (MANDVI) ની નવી પહેલ સામાજિક કાર્યક્રમો માં વિશ્વ હિન્દુ પરિષદ અને સંતો ને બોલાવી બજરંગ દળ , દુર્ગાવાહિની અને માતૃશક્તિ ના હિન્દુત્વ ના વિવિધ મુદ્દાઓ મુકાવી સમાજ ને જાગૃત કરવા માં આવ્યો હતો.

કાર્યક્રમ મા કચ્છ લુહાર સમાજ ના તમામ તાલુકા, શહેર તથા ગામ ના પ્રમુખશ્રી, યુવક મંડળ ના પ્રમુખશ્રી, મહિલા મંડળ ના પ્રમુખશ્રી તથા તેમની કારોબારી સમિતિ અને સમાજના આગેવાનો એ આમંત્રણ ને માન આપી ને ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન પુરુ પાડ્યું હતું.

શ્રી સરસ્વતી સન્માન કાર્યક્રમ ને વધુ આકર્ષક બનાવવા વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ કાર્યક્રમો, ડાન્સ, સિંગિંગ, ગેમ, વકૃત્વ વગેરે મા બધાએ ખુબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. તથા સમાજ ના તેજસ્વી વિદ્યાર્થી જેમણે MBBS પુરુ કરી ડોક્ટર ની પદવી હાંસલ કરી એવા ડો. વિશાંત મકવાણા નું તેમજ સમાજ ના યુવક મંડળ ની સ્થાપના એટલે કે ૨૦ વર્ષ પહેલા જેમણે પોતાનું અમૂલ્ય યોગદાન કર્યું હતું એવા શ્રી દિનેશભાઈ હીરાલાલભાઈ પિત્રોડા નું ખાસ સન્માન યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.

શ્રી સરસ્વતી સન્માન સમારોહ ને સફળ બનાવવા શ્રી લુહાર સમાજ – માંડવી ના પ્રમુખશ્રી અજયભાઈ આસોડિયા તથા તેમની કારોબારી સમિતિનો ખુબજ સારો પ્રોત્સાહન રહ્યું હતું. તથા સમગ્ર યુવક મંડળ ની નવનિયુક્ત ટીમ પ્રમુખ – સુમિતભાઈ ઉમરાણીયા , •ઉપપ્રમુખ – મોહિતભાઈ મારૂ, અંકિતભાઈ ઉમરાણીયા,• મંત્રી – સાહિલ ઉમરાણીયા •ખજાનચી – દીપભાઈ આસોડીયા, •સહમંત્રી – રોહિતભાઈ મારૂ, રાજભાઈ પીઠવા, શિવાંગભાઈ પંચાલ, •સહખજાનચી – ધ્રુવભાઈ પીઠવાએ ઉત્સાહ પૂર્વક કાર્યક્રમ નું આયોજન કર્યું હતું.કાર્યક્રમ નું સંચાલન ધૃતિ પંચાલ તથા મહિમા મારૂ એ કર્યું હતું.કાર્યક્રમ બાદ સ્વરૂચી ભોજન જોડે લઈ ને રાસ – ગરબા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *