આધારના ફ્રી અપડેટ ની તારીખ લંબાવાઈ,જાણો લાસ્ટ તારીખ

આધારના ફ્રી અપડેટ માટે છેલ્લી તારીખ બદલી છે જેના કારણે આધારમાં નામ, સરનામું, જન્મતારીખ વગેરે બદલવા માટે વપરાશકર્તાઓ પાસે હવે આ તારીખ સુધીનો સમય

આધાર કાર્ડ અપડેટને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા આધાર કાર્ડને મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર 2024 નક્કી કરવામાં આવી હતી. જોકે હવે તંત્ર દ્વારા આ તારીખ લંબાવવામાં આવી છે. વિગતો મુજબ UIDAI એ આધારના ફ્રી અપડેટ માટે છેલ્લી તારીખ બદલી છે જેના કારણે આધારમાં નામ, સરનામું, જન્મતારીખ વગેરે બદલવા માટે વપરાશકર્તાઓ પાસે થોડા વધુ મહિનાનો સમય છે.

મફત આધાર કાર્ડ અપડેટ કરવાની સમયમર્યાદા લંબાવાઇ

UIDAIએ તેના સત્તાવાર X એકાઉન્ટ દ્વારા માહિતી આપી છે કે, આધારને મફત અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બરથી વધારીને 14 ડિસેમ્બર 2024 કરવામાં આવી છે. આવી સ્થિતિમાં તમારી પાસે આધારમાંથી નામ, સરનામું અથવા જન્મ તારીખ જેવી માહિતી અપડેટ કરવા માટે થોડા મહિનાનો સમય છે. જોકેઆ પછી તમારે આધાર અપડેટ કરવા માટે ફી ચૂકવવી પડશે.

સૌથી સહેલો રસ્તો એ છે કે તમારા ફોનમાં આધાર એપ્લિકેશન એટલે કે MyAadhaar એપ ડાઉનલોડ કરો અને તેના દ્વારા આધારમાં તમારું નામ, સરનામું અથવા જન્મતારીખ મફતમાં અપડેટ કરો. તમે 14 ડિસેમ્બર 2024 સુધી આધારની મફત સેવાનો લાભ લઈને આધાર કાર્ડ અપડેટ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *