
Gujarat / દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ; ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
Gujarat / હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક રીતે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, ભાવનગરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આજથી સાતમ-આઠમનો તહેવારની શરૂઆત થઈ છે. ત્યારે 48 કલાક દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
Gujarat / હવામાન વિભાગની સાંજની 7 વાગ્યાની આગાહી અનુસાર આજે સાંજથી એટલે કે 25 ઓગસ્ટની સાંજથી જ ફક્ત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જ વિસ્તારોમાં નહીં, પરંતુ કચ્છ અને આસપાસના જિલ્લાઓમાં પણ અત્યંત ભારે વરસાદની સંભાવના સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાકીના તમામ જિલ્લાઓમાં આજે સાંજથી જ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.
રેડ એલર્ટ
કચ્છ
મોરબી
સુરેન્દ્રનગર
રાજકોટ
ભાવનગર
ભરૂચ
નર્મદા
સુરત
નવસારી
વલસાડ
દમણ
દાદરા નગર હવેલી
MPનું લો-પ્રેશર ગુજરાતમાં ભારે વરસાદ વરસાવશે
રાજ્ય ઉપર હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય છે, જેમાં રાજસ્થાનના જેસલમેર પર એક મોન્સૂન ટ્રફ સક્રિય છે, જેને કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થશે. જ્યારે દક્ષિણ ગુજરાત ઉપર ઓફ શોર ટ્રફની અસરને કારણે ભારતથી અત્યંત ભારે વરસાદની સંભાવના છે, જ્યારે બંગાળની ખાડી ઉપરનો લો-પ્રેશર આગળ વધીને હાલમાં ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ ઉપર સક્રિય થયું છે. જે 27 તારીખ સુધીમાં ઉત્તરપૂર્વે ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનના ભાગો સુધી પહોંચશે. હાલમાં આ લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાયું છે, જેને કારણે થોડું વધારે સક્રિય થતાં ભારે વરસાદની સ્થિતિ લઈને ગુજરાત ઉપર આવી રહ્યું છે, ત્યારબાદ તે આગળ વધીને ઉત્તરપૂર્વીય અરબસાગર અને સૌરાષ્ટ્ર-કચ્છના ભાગો તરફ આગળ વધશે, જેથી આગામી પાંચ દિવસ હજુ પણ અતિ ભારે વરસાદની શક્યતાઓ છે.
અમદાવાદમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી
અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ રહેશે, ત્યારે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ સાથે આગાહી જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ગાંધીનગરમાં આગામી ત્રણ દિવસ ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે, જેને કારણે ગાંધીનગરમાં પણ ઓરેન્જ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ આવતીકાલે જન્માષ્ટમીના તહેવાર પર સમગ્ર ગુજરાત રાજ્યમાં ઓરેન્જ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના સાથે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. તદુપરાંત આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે.

કચ્છમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ
હવામાન વિભાગ દ્વારા વરસાદની તીવ્રતાને આધારે ત્રણ પ્રકારના એલર્ટ જાહેર કરવામાં આવે છે, જેમાં આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તદુપરાંત ફક્ત કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તથા રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે જાહેર કરવામાં આવ્યું છે.