કેન્દ્ર સરકારની 25 જૂને ‘સંવિધાન હત્યા દિવસ’ મનાવવાની જાહેરાત, આ દિવસે 1975માં લાગુ થઈ હતી ઈમરજન્સી

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે દેશમાં દર વર્ષે 25મી જૂને સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરવામાં આવશે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે દેશમાં દર વર્ષે 25મી જૂને સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરવામાં આવશે. 25મી જૂન 1975માં ઈમરજન્સી લાદવામાં આવી હતી. લોકસભા ચૂંટણી બાદથી જ વિપક્ષ બંધારણને લઈને સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કરી રહ્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે દેશમાં દર વર્ષે 25મી જૂને બંધારણ હત્યા દિવસની ઉજવણી કરવામાં આવશે. 25મી જૂન 1975માં ઈમરજન્સી લાદવામાં આવી હતી. કેન્દ્ર સરકારે આ અંગે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. કેન્દ્રીય મંત્રીએ પોતે નોટિફિકેશનની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે 25 જૂન, 1975ના રોજ તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ તાનાશાહી વલણ અપનાવ્યું હતું અને દેશ પર ઈમરજન્સી લાદીને આપણી લોકશાહીની આત્માનું ગળું દબાવી દીધું હતું. લાખો લોકોને કોઈપણ દોષ વિના જેલમાં ધકેલી દેવામાં આવ્યા અને મીડિયાનો અવાજ પણ દબાવવામાં આવ્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત સરકારે દર વર્ષે 25મી જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ દિવસે 1975ની ઈમરજન્સીની અમાનવીય પીડા સહન કરનારા તમામ લોકોના યોગદાનને યાદ કરવામાં આવશે.

સરકારે નોટિફિકેશનમાં શું કહ્યું..?

કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે 25 જૂન, 1975ના કટોકટી જાહેર કરવામાં આવી હતી, ત્યારે સરકાર દ્વારા સત્તાનો ભારે દુરુપયોગ કરવામાં આવ્યો હતો અને ભારતના લોકો પર અતિરેક અને અત્યાચારો કરવામાં આવ્યા હતા. અને જ્યારે ભારતની જનતાને ભારતના બંધારણ અને ભારતના મજબૂત લોકશાહીમાં અતૂટ વિશ્વાસ છે.

‘સંવિધાન હત્યા દિવસ શ્રદ્ધાંજલિ આપવા માટે’

નોટિફિકેશનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ભારત સરકારે ઇમરજન્સીના સમયગાળા દરમિયાન સત્તાના ઘોર દુરુપયોગની લડાઈ લડનારા અને તેનો સામનો કરનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવા અને ભારતના લોકોને યાદ અપાવવા માટે 25 જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે જાહેર કર્યો છે. ભવિષ્યમાં હું કોઈ પણ રીતે સત્તાના ઘોર દુરુપયોગને સમર્થન નહીં આપવા માટે પ્રતિબદ્ધ છું.

વિપક્ષે બંધારણ બચાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો

આ લોકસભા ચૂંટણીમાં વિપક્ષ દ્વારા બંધારણ બચાવવાનો મુદ્દો જોરદાર ઉઠાવવામાં આવ્યો હતો. વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે મોદી સરકાર કેન્દ્રમાં પરત ફરે છે તો તે બંધારણમાં ઘણા મોટા ફેરફારો કરવાની તૈયારી કરી રહી છે. વિપક્ષે તેને અનામતના મુદ્દા સાથે પણ જોડ્યો હતો. નવી સરકારની રચના બાદ સંસદના તાજેતરમાં પૂરા થયેલા વિશેષ સત્રના પ્રથમ દિવસે પણ વિપક્ષના નેતાઓ હાથમાં બંધારણ લઈને સંસદ ભવન પહોંચ્યા હતા. ઘણા સાંસદો બંધારણની પુસ્તક લઈને શપથ લેતા જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *