
એર ઈન્ડિયા-વિસ્તારા એરલાઈન્સના મર્જરથી 600 લોકોની નોકરી જશે
એર ઈન્ડિયા અને વિસ્તારા એરલાઈન્સનું મર્જર સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પૂર્ણ થશે. આ મર્જરને કારણે એર ઈન્ડિયા અને વિસ્તારા એરલાઈન્સના લગભગ 600 કર્મચારીઓ તેમની નોકરી ગુમાવી શકે છે. આ કર્મચારીઓ બંને એરલાઈન્સના ગ્રાઉન્ડ સ્ટાફમાં કામ કરે છે. જો કે, મર્જરનો કોઈ પણ ફ્લાઈંગ સ્ટાફ તેમની નોકરી ગુમાવશે નહીં. આ બંને એરલાઈન્સમાં લગભગ 23,000 કર્મચારીઓ કામ કરે છે.