
ડુપ્લીકેટ નોટ સાથે બેની ધરપકડ
ગોધરાથી ડુપ્લીકેટ નોટ સાથે બેની ધરપકડ કરવામા આવી છે. મળેલી માહિતી અનુસાર ગોધરાના પોલીટેક્નિક કોલેજ રોડ ઉપરથી ભારતીય બનાવટની 500ની 800 નકલી ચલણી નોટો સાથે LCB એ બે આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી બે ટુ વ્હીલર અને બે મોબાઈલ ફોન કબ્જે કરવામા આવ્યા છે. આ મામલે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓમાં એક વડોદરા અને બીજા ગોધરાનો હોવાનું સામે આવ્યો છે.