
માંડવી ની ગોકુલદાસ બાંભડાઈ પ્રાથમિક ગૃપ શાળાના નિવૃત્ત શિક્ષિકા સ્વ. પુરીબેન પાતારીયાના પરીવારે સ્વ. પુરીબેન ની પ્રથમ વર્ષીક પુણ્યતિથિ વિશિષ્ટ રીતે ઉજવી પ્રેરણાદાયી દ્રષ્ટાંત પુરુ પાડયું. માંડવી ની વિકલાંગ કન્યા છાત્રાલયને 35000/- નું અનુદાન આપ્યું.
જીલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની ગોકુલદાસ બાંભડાઈ પ્રાથમિક ગૃપ શાળાના નિવૃત શિક્ષિકા સ્વ. પુરીબેન પાતારીયા ની પ્રથમ વાર્ષીક પુણ્યતિથિ ની તેમના પરિવારે તા. 09/06 ને રવિવાર ના વિશિષ્ટ રીતે ઉજવી ને પ્રેરણાદાયી દ્રષ્ટાંત પુરુ પડેલ છે.
માંડવીની ગોકુલદાસ બાંભડાઈ પ્રાથમીક શાળાના નિવૃત્ત શિક્ષિકા સ્વ. પુરીબેન વેલજી પાતારીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ તા. 09/06 ને રવિવાર ના તેમના પરિવાર ના બળીયા પારસ જુમાભાઈ, બળીયા સુરજ જુમાભાઈ, બળીયા જિતેન્દ્ર જુમાભાઈ, બળીયા લક્ષ્મી જુમાભાઈ અને શ્રીમતી નીતાબેન શિવજી મહેશ્વરી એ, માંડવી માં 32 વર્ષ થી કાર્યરત અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલય ને રૂપીયા 35000/- ( પાંત્રીસ હજાર) ના અનુદાન નો ચેક સંસ્થાન ના મંત્રી દિનેશભાઈ શાહ ને અર્પણ કર્યો હતો. આ પ્રસંગે દાન માટે પ્રેરણા આપનાર માંડવી ની ગોકુલદાસ બાંભડાઈ પ્રાથમિક ગૃપ શાળાના નિવૃત શિક્ષિકા શ્રીમતી અનુપમાબેન વિજયભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. આમ સ્વ. પુરીબેન પાતારીયાના પરીવારે પ્રથમ વાર્ષિક પુણ્યતિથી ની વિશિષ્ટ રીતે ઉજવણી કરીને પ્રેરણાદાયી દ્રષ્ટાંત પુરુ પડેલ છે. સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા અને સમગ્ર ટ્રસ્ટી મંડળે સંસ્થા ને રુપિયા 35000/- નું અનુદાન આપવા બદલ સ્વ. પુરીબેન પાતારીયા ના પરિવાર ના સભ્યો અને દાન આપવાની પ્રેરણા આપનાર શ્રીમતી અનુપમાબેન વિજયભાઈ મહેતાનો આભાર માન્યો હતો.