RAJKOT/0રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈન વિશે મોટો ખુલાસો થયો છે. આ આગકાંડમાં પ્રકાશ પોતે પણ ભડથું થઇ ગયો હતો. ગાંધીનગર FSLમાંથી વિશ્વસનીય સૂત્રો થી મળેલી માહિતી પ્રમાણે પ્રકાશ જૈનનું આ અગ્નિકાંડમાં મોત થયું છે. પ્રકાશના ભાઇ જિતેન્દ્ર હિરણે 27મી તારીખે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને પોતાનો ભાઇ ગૂમ થયો હોવાનું કહ્યું હતું. જેના પછી પોલીસે તેની માતાના DNA લઇને ગાંધીનગર FSLમાં ટેસ્ટ માટે મોકલી આપ્યા હતા. ગાંધીનગર FSLએ કરેલા ટેસ્ટિંગમાં આ DNA પ્રકાશના DNA સાથે મેચ થતાં હોવાનું ખુલ્યું છે. જેના કારણે આ દુર્ઘટનામાં આરોપી પ્રકાશનું પણ મોત થયું હોવાનું સ્પષ્ટ થઇ જાય છે.