
Veer Savarkar / ભારતીય ઈતિહાસમાં ગર્વથી વીર સાવરકરનું નામ લેવામાં આવે છે. વર્તમાનમાં તેમના નામ પર વિવાદ છેડાઈ ગયો છે. કોઈ વીર સાવરકરને હીરો માને છે તો કોઈ વિલન. ઈતિહાસ વાંચવા દરમિયાન ખ્યાલ આવે છે કે, સાવરકરને માફીવીર કહેવામાં આવે છે. તેમણે સાથી કેદીઓની મુક્તિ માટે પત્ર આપ્યો હતો. તેમણે અંગ્રેજો તરફ ક્યારેય ઝૂક્યા નથી અને ક્યારેય માફી પણ માંગી નથી. તેમણે અંગ્રેજોને લખેલ પત્રમાં લખ્યું હતું કે, મારા બદલે મારા સાથીઓની મુક્તિને મંજૂર કરવામાં આવે. આજે વીર સાવરકર જયંતિ, જેથી અમે તમને તેમના જીવન વિશે જાણકારી આપી રહ્યા છીએ.
Veer Savarkar / સાવરકર જન્મ
28 મે 1883ના રોજ નાસિકમાં એક બ્રાહ્મણ પરિવારમાં વીર સાવરકરનો જન્મ થયો હતો. તેમનું આખું નામ વિનાયક દામોદર સાવરકર છે. સ્વાતંત્ર્ય સેનાની, રાજનીતિ નિષ્ણાંત, વકીલ, સમાજ સુધારક અને હિંદુત્ત્વ દર્શનના સૂત્રધાર સાવરકરના પિતાનું નામ દામોદર પંત સાવરકર અને માતાનું નામ યશોદા સાવરકર છે. સાવરકરે ખૂબ જ નાની ઉંમરે માતા પિતા ગુમાવી દીધા હતા. તેમના ભાઈનું નામ ગણેશ, નારાયણ અને બહેનનું નામ મૈનાબાઈ હતું. સાવરકર તેમની બહાદુરીના કારણે વીર સાવરકર તરીકે ઓળખાતા હતા અને તેઓ તેમના મોટા ભાઈ ગણેશથી ખૂબ જ પ્રભાવિત હતા.
Veer Savarkar / શિક્ષણ
વીર સાવરકરે પુણેની ફર્ગ્યૂસન કોલેજમાંથી ભણતર મેળવ્યું છે. લંડનમાંથી તેમણે બેરિસ્ટરનું ભણતર કર્યું છે. ઈંગ્લેન્ડમાં લૉનું ભણતર માટે સ્કોલરશિપ મળી હતી. તેમણે ઈંગ્લેન્ડની ગ્રેજ ઈન લૉ કોલેજમાં એડમિશન લીધું. જ્યાં તેમણે ‘ઈન્ડિયા હાઉશ’માં શરણ લીધી હતી. લંડનમાં જ અંગ્રેજો સામે લડાઈ માટે એક સંગઠન ફ્રી ઈન્ડિયા સોસાયટીનું ગઠન કર્યું હતું.
Veer Savarkar / વીર સાવરકરની ધરપકડ
વીર સાવરકરે ભણતરના સમયે જ અંગ્રેજો સામે લડ્યા હતા, ત્યાર પછી સ્વતંત્રતા સંગ્રામમાં કૂદી પડ્યા હતા. અંગ્રેજોને એટલી હદે હેરાન કરી દીધા હતા કે, બ્રિટિશ સરકારે વીર સાવરકરની સ્નાતકની પદવી પરત લીધી હતી. અંગ્રેજો સામેની લડાઈમાં હથિયારોનો પણ ઉપયોગ કર્યો હતો. 13 માર્ચ 1910ના રોજ લંડનમાંથી ધરપકડ કરી અને કેસ ચલાવવા માટે ભારત પરત મોકલી દીધા હતા.
ત્યાર પછી 24 ડિસેમ્બર 1910ના રોજ આંદામાન જેલ મોકલવાની સજા સંભળાવવામાં આવી હતી. જેલમાં બંધ અશિક્ષિત કેદીઓને શિક્ષા આપવાની પણ કોશિશ કરી હતી. મોહનદાસ કરમચંદ ગાંધીની હત્યા મામલે ભારત સરકાર દ્વારા આરોપ મુકવામાં આવ્યો હતો. ત્યાર પછી કોર્ટમાં સુનાવણી પછી સુપ્રીમ કોર્ટમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા. 26 ફેબ્રુઆરી 1966ના રોજ 83 વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયું હતું.