
ખેડૂત આંદોલનની વચ્ચે મોડી રાતે મોદી કેબિનેટની બેઠક યોજાઈ હતી જેમાં કેટલાક મોટા નિર્ણયો લેવાયા હતા.
મોદી સરકારે આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લીધો છે. કેબિનેટે શેરડીની ખરીદી કિંમતમાં 8 ટકા વધારાને તથા સ્પેસમાં પણ એફડીઆઈને મંજૂરી આપી છે. ક્વિન્ટલ દીઠ શેરડીની ખરીદી કિંમત 315 રુપિયા વધારીને 340 રુપિયા કરવામાં આવી છે. આ રીતે શેરડીની ખરીદી કિંમતમાં ક્વિલન્ટલ દીઠ 25 રુપિયાનો વધારો થયો છે. આનાથી શેરડી પકવતાં કરોડો ખેડૂતોને લાભ થશે. કેબિનેટની બેઠક બાદ મોડી રાતે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ નિર્ણયોની માહિતી આપી હતી.
શેરડીના ખેડૂતોને મળ્યાં કરોડો
ઠાકુરે જણાવ્યું હતું કે શેરડીના ખેડૂતોને 2019-20માં 75,854 કરોડ રૂપિયા મળ્યા હતા. 2020-21માં 93,011 કરોડ રૂપિયા મળ્યા છે. વર્ષ 2021-22માં ખેડૂતોને 1.28 લાખ કરોડ રૂપિયા મળ્યા છે. તે જ સમયે, 2022-23 માં 1.95 લાખ કરોડ રૂપિયા મળ્યા છે. આ પૈસા સીધા તેમના ખાતામાં મોકલવામાં આવ્યા હતા. અમે ખેડૂતોની આવક બમણી કરવા માટે કટિબદ્ધ છીએ.
સ્પેસમાં FDIને મંજૂરી
મોદી સરકારે સ્પેસ માટે એફઆઈડીના દ્વાર ખોલી નાખ્યાં છે અને સીધા વિદેશી મૂડીરોકાણને મંજૂરી આપી છે.
હાલમાં ચાલી રહ્યું છે ખેડૂત આંદોલન
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં હાલમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. પંજાબ, હરિયાણા અને યુપીના ખેડૂતો MSP ગેરન્ટી કાયદાની માગ કરી રહ્યાં છે. સરકાર અને ખેડૂતો વચ્ચે ચાર રાઉન્ડની મંત્રણા થઈ ચૂકી છે પરંતુ કોઈ નક્કર સમાધન આવ્યું નથી.