
MANDVI : મિત્રતાના નાતે અપાયેલા રૂા. 2,50,000ના બદલામાં અપાયેલો ચેક પરત ફરવાના કેસમાં માંડવીના આરોપી વિરેન ઝવેરીલાલ શાહને જ્યુડિશિયલ કોર્ટે એક વર્ષની સાદી કેદની સજા તથા રૂા. 5000નો દંડ અને ફરિયાદીને એક માસમાં ચેકની રકમ ચૂકવવા આદેશ કર્યો હતો. ફરિયાદી દશરથસિંહ ખેંગારજી મેરે આરોપીને હાથ ઉછીના આપેલા રૂા. 2,50,000 પરત ન આપી તે પેટે ચેક આપ્યો હતો,
MANDVI : જે પરત ફરતાં મામલો જ્યુડિશિયલ કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે દલીલોના આધારે આરોપીને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદ તથા રૂા. 5000નો દંડ ફટકાર્યો હતો. સાથે ચેકની રકમ એક માસમાં ચૂકવવા અને તેમ કરવામાં કસૂર થાય તો વધુ 90 દિવસની કેદનો હુકમ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી વતી વકીલ વિપુલ ડી. કનૈયા, સઇદબીન એ. આરબ, મહેશ એસ. સીજુ, અલ્તાફ જુણેજા હાજર રહ્યા હતા.