
Delhi : દિલ્હીના શનિવારે મોડી રાત્રે કાળકાજી મંદિરમાં જાગરણ દરમિયાન સ્ટેજ તૂટી પડતાં લગભગ 16 લોકો ઘાયલ થયા હતા, જ્યારે 45 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું. આ ઘટના રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. આ મંદિરમાં સિંગર બી પ્રાક (B Praak) અહીં શો માટે પહોંચ્યો હતો.
Delhi : ત્યારબાદ મંદિરમાં ભારે ભીડ થઈ ગઈ હતી, જે સ્ટેજ સુધી પહોંચી જતાં દુર્ઘટના બની હતી. વહીવટીતંત્ર દ્વારા ઇનકાર કરવા છતાં, લોકો સ્ટેજ પર ચઢી ગયા હતા, જેના કારણે સ્ટેજ તૂટ્યો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.