
AI Voice Scam: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AI 2023 માં સૌથી વધુ વપરાયેલ ટુલ્સમાનું એક છે. ChatGPT થી લઈને Bard અને Gemini Eye વગેરે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને વધારે સરળ બનાવ્યું છે. હવે સેક્ટરમાં AI નો ઉપયોગ વધી રહ્યો છે. તેથી રોજ કોઈને કોઈ રીતે આપણે તેના સંપર્કમાં આવી રહ્યા છે. આમ જોઈએ તો ધીરે ધીરે કેટલીક વસ્તુઓને સરળ બનાવવામાં આવી રહી છે જેથી કરીને કામમાં સ્પીડ આવી રહી છે, તો બીજી બાજુ તેના જોખમો પણ વધી રહ્યા છે.
AI Voice Scam : સતત નવા નવા કેસ સામે આવી રહ્યા છે
AI Voice Scam : છેલ્લા કેટલાક સમયથી AIનો દુરુપયોગ થતો હોવાના સમાચાર વધી રહ્યા છે, જેમા AIનો વોઈઝ સ્કેમ અથવા AI વોઈઝ ફ્રોડ જેવા સ્કેમ સામે આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા AI વોઈઝના કેટલાક કેસ આવ્યા છે. હાલમા જ લખનઉમાં પણ આવો જ એક કેસ સામે આવ્યો છે. જેમા લખનઉના એક વ્યક્તિએ 45 હજાર રુપિયાની છેતરપિંડી કરી છે. તે પહેલા એક મહિલા સાથે પણ આ રીતે ઠગાઈ થઈ હતી.