
CRIME : ગેરકાયદેસર રીતે શરાબનું વેચાણ કરી લોકોમાં અસામાજિક પ્રવૃત્તિ ફેલાવતા માંડવી તાલુકાના ત્રગડીના યુવરાજસિંહ વજુભા જાડેજા અને મૂળ કોટાયા હાલે માંડવીના હરિ હરજી ગઢવીને પાસામાં ધકેલાયા છે. આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ ત્રગડીના યુરાજસિંહ વિરુદ્ધ શરાબના વેચાણ સંબંધેના છ ગુના તથા હરિ ગઢવી વિરુદ્ધ ત્રણ ગુના દાખલ થયા છે.
CRIME : આ બંને ઇસમની પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરને મોકલી આપતાં આ દરખાસ્ત ગ્રાહ્ય રહેતાં પાસા હેઠળના અટકાયતનાં વોરંટ ઇશ્યૂ થયાં હતાં. એલસીબી પી.આઇ. એસ. એન. ચૂડાસમા, એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી, વાલાભાઇ ગોયલ, પ્રદ્યુમનસિંહ ગોહિલ, હે.કો. વીરેન્દ્રસિંહ જાડેજા, સૂરજભાઇ વેગડા, મહિપાલસિંહ પુરોહિત, રાજેન્દ્રસિંહ રાઠોડ તથા મહિલા કોન્સ. દયાબેન રાઠોડ, રાજલબેન મોતાએ વોરંટની બજવણી કરીને યુવરાજસિંહને ભાવનગરની જેલમાં, જ્યારે હરિને રાજકોટની મધ્યસ્થ જેલમાં રવાના કરી દીધા હતા.