CORONA: કોરોનાના નવા કેસોના પગલે સરકાર જાગી

CORONA: કોરોનાનો નવો વેરિયન્ટ આવતાં દક્ષિણ અને ઉત્તર ભારતમાં 5 લોકોના મૃત્યુ અને વધતાં જતાં કેસોને પગલે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં નોંધાયેલા બે કોરોનાના કેસોને પગલે હવે સરકાર પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. ગુજરાતમાં ગાંધીનગરમાં બે કોરોનાનાં બે કેસોના પગલે હવે અમદાવાદમાં પણ કોરોનાને પગલે સાવચેતી લેવામાં આવશે. આવતીકાલે કેન્દ્રીય આરોગ્ય મંત્રીની રાજ્યના તમામ આરોગ્ય મંત્રીઓ સાથેની બેઠક બાદ કોઈ નિર્ણય લેવાઈ શકે છે.

CORONA : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. જો કે શહેરમાં હાલમાં કોઈપણ રેન્ડમ ટેસ્ટિંગ પણ કરવામાં આવનાર નથી. કોરોનાના નવા કેસોના પગલે હવે સરકાર પણ જાગી છે.

CORONA : કોરોનાના કેસો વધે તો હવે અમદાવાદમાં તમામ હોસ્પિટલો સજ્જ

જો કે કોરોનાના (CORONA) કેસો વધે તો હવે અમદાવાદમાં તમામ હોસ્પિટલો સજ્જ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં તમામ પ્રકારની તૈયારીઓ છે. કોરોના કેસો વધે તો હોસ્પિટલમાં બેડ, દવાઓ અને વેન્ટિલેટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. જો કોઈ કોરોનાના (CORONA) કેસો આવે તો તેને જીનેમ સિકવનસ માટે લેબોરટરીમાં મોકલી આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *