
NEWS: રેડિયન્ટ સ્કૂલની વિદ્યાર્થીની ધ્યાની ભટ્ટના પ્રોજેક્ટની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી..
NEWS : ભારત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ હસ્તકના ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) વિભાગ દ્વારા ૩૦ નવેમ્બર થી ૨ ડીસેમ્બર ૨૦૨૩ દરમ્યાન સાયન્સ સીટી, અમદાવાદ ખાતે ૩૧મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું.
NEWS : આ બાળ વિજ્ઞાન પરિષદમાં ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી વિવિધ શાળાઓના બાળ વૈજ્ઞાનિકો દ્વારા “આરોગ્ય અને સુખાકારી માટે ઇકો સિસ્ટમની સમજ” વિષય પર કુલ ૩૩૦ જેટલા પ્રોજેકટ રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓમાં નાનપણથી જ વિજ્ઞાન પ્રત્યે રસ-રુચિ કેળવાય તેમજ તેમનામાં વૈજ્ઞાનિક સંશોધન વૃત્તિ વિકસે તે આ કાર્યક્રમનો મૂળ ઉદ્દેશ છે. ગુજકોસ્ટના વૈજ્ઞાનિકો તેમજ
NEWS : દેશભરમાંથી આમંત્રિત અન્ય વૈજ્ઞાનિકોની ઉપસ્થિતિમાં સદર સ્પર્ધાત્મક પરિષદ યોજવામાં આવી. ભાગ લીધેલ વિદ્યાર્થીઓના પ્રેઝન્ટેશન તથા લેખિત પ્રોજેક્ટના આધારે ૩૩૦માંથી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે ૨૬ પ્રોજેકટની પસંદગી કરવામાં આવી જેમાં ગાંધીનગર જિલ્લાના 2 પ્રોજેક્ટ રાષ્ટ્રીય સ્પર્ધા માટે પસદગી પામેલ છે જેમાં રેડિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સમાં ધોરણ-૬ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી તેજસ્વી વિદ્યાર્થીની ધ્યાની તેજસ ભટ્ટના પ્રોજેક્ટની પસંદગી કરવામાં આવી છે જે હવે ટૂંક સમયમાં ભોપાલ ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે પોતાની ઉમેદવારી નોંધાવશે. નિસર્ગ સાયન્સ સેન્ટર, ગાંધીનગરના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. અનિલભાઈ કે. પટેલ સાહેબ, સમગ્ર નિસર્ગ સાયન્સ સેન્ટર ટીમ, માતા તથા પ્રોજેક્ટ ગાઈડ મીતાબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ ધ્યાનીએ પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ મોટી સિદ્ધિ હાંસલ કરી છે જે સમગ્ર ગાંધીનગર જિલ્લા તેમજ ગુજરાત રાજ્ય માટે ગૌરવની બાબત છે.
NEWS: ધ્યાની તેજસ ભટ્ટની આવી અદ્વિતીય સફળતા માટે સંસ્થાના પ્રમુખ શ્રી પી.એમ. વામજા સાહેબ તેમજ આચાર્યશ્રી જે.બી.વામજા સાહેબે ધ્યાની તથા તેના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા તેમજ ભવિષ્યમાં પણ તે આવી જ સિદ્ધિઓ હાંસલ કરી પોતાનું, માતા-પિતાનું, શાળાનું તેમજ સમગ્ર દેશનું નામ રોશન કરે એવી અભ્યર્થના સેવી ધ્યાનીને આશીર્વાદ આપ્યા.ગુજરાત રાજ્યનું નેશનલ કક્ષાએ પ્રતિનિધિત્વ કરવા બદલ નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના મેનેજીંગ ટ્રસ્ટી ડો.અનીલ પટેલ, તથા સમગ્ર સ્ટાફ શુભેચ્છા પાઠવયા હતા.