ડાયાબિટીસનો રોગ મટી શકતો નથી પરંતુ તેને કંટ્રોલમાં તો રાખી શકાય છે : ડો. જય કે. મહેતા

ડાયાબિટીસનો રોગ મટી શકતો નથી પરંતુ તેને કંટ્રોલમાં તો રાખી શકાય છે : ડો. જય કે. મહેતા

માંડવી જાયન્ટ્સ ગ્રુપના ઉપક્રમે માંડવી માં ડાયાબિટીસનો નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો.

જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીના ઉપક્રમે, તાજેતરમાં માંડવીમાં નવાનાકા પાસે – હરિકૃષ્ણ મોલ ની સામે આવેલા કિરણ ક્લિનિકમાં ડાયાબિટીસનો નિ:શુલ્ક કેમ્પ યોજાયો હતો.
સંસ્થાના પ્રમુખ પરેશભાઈ સોનીના પ્રમુખ પદે યોજાયેલા નિ:શુલ્ક મેડિકલ કેમ્પને યુનિટ ૧૨ના યુનિટ ડાયરેક્ટ યોગેશભાઈ ત્રિવેદીએ દીપ પ્રગટાવીને કેમ્પને ખુલ્લો મુક્યો હતો.

જાયન્ટ્સ વેલફેર ફેડરેશન ૩બી (રાજ્ય)ના પૂર્વ મીડિયા ઓફિસર અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારતા જણાવ્યું હતું કે, કિરણ ક્લિનિકમાં ડો. જય કિર્તીભાઈ મહેતાના સાનિધ્યમાં આજે 238 મો મેડિકલ કેમ્પ યોજાઇ રહ્યો છે.

સંસ્થાના પ્રમુખ પરેશભાઈ સોનીએ જય મહેતાની સેવાભાવનાને બિરદાવી સમયાંતરે મેડિકલ કેમ્પો રાખવાની ઘોષણા કરી હતી.
આ કેમ્પમાં સેવા આપતા ડો. જય મહેતાએ જણાવ્યું હતું કે, ડાયાબિટીસનો રોગ મટી શકતો નથી પરંતુ તેને કંટ્રોલમાં તો ચોક્કસ રાખી શકાય છે. તેમણે કિરણ ક્લિનિકમાં દર મહિને યોજાતા ડાયાબિટીસના નિ:શુલ્ક મેડિકલ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા નગરજનોને અપીલ કરી હતી.
આ કેમ્પમાં ગ્લુકોમીટર ની મદદ થી બ્લડ સુગર ચેક કરી, બ્લડ પ્રેસર પણ ચેક કરી આપવામાં આવેલ હતા. દસ દિવસની દવા પણ નિ:શુલ્ક આપવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન ફેડરેશનના પૂર્વ મીડિયા ઓફિસર દિનેશભાઈ શાહે કરેલ હતું જ્યારે સંસ્થાના મંત્રી હર્ષભાઈ ત્રિવેદીએ આભાર વિધિ કરી હતી. આ પ્રસંગે ડો. જય મહેતાને સંસ્થાનો સેવાપ્રહર અંક આપીને તેમનું અભિવાદન કરાયું હતું.
આ કેમ્પમાં જાયન્ટ્સ પરિવારના યોગેશભાઈ ત્રિવેદી, દિનેશભાઈ શાહ, પરેશભાઈ સોની, હર્ષભાઈ ત્રિવેદી, રાજેશભાઈ (પપુભાઈ) સોની, પરિનભાઇ વાંઝા, જીતેન્દ્રભાઈ સોની અને પિયુષભાઈ પંચાલ ઉપસ્થિત રહીને સહયોગી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *