15 August : કચ્છ જિલ્લાકક્ષાનો સ્વાતંત્ર્ય દિવસનો કાર્યક્રમ માંડવી શહેર ખાતે યોજાશે

 

15 August : પ્રવાસનમંત્રીશ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને કચ્છનો જિલ્લાકક્ષાનો સ્વાતંત્ર્ય દિવસનો કાર્યક્રમ માંડવી શહેર ખાતે યોજાશે

15 August : કાર્યક્રમના સુચારુ આયોજન બાબતે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

15 August : ગુજરાતના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ મંત્રીશ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને ૧૫મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય દિવસ ૨૦૨૩ની કચ્છ જિલ્લાકક્ષાની ઉજવણી માંડવી શહેર ખાતે કરવામાં આવશે. આ કાર્યક્રમના સુચારું આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ભુજ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગના તમામ અધિકારીશ્રીઓને કાર્યક્રમના આયોજન બાબતે સૂચનાઓ આપીને જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

15 August : આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટરશ્રી મિતેશ પંડ્યા, ભુજ ઈન્ચાર્જ પ્રાંત અધિકારીશ્રી સુનિલ સોલંકી, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના અધિક્ષક ઈજનેરશ્રી વી.એન.વાઘેલા, પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ, તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

15 August: Independence day program of Kutch district level will be held at Mandvi city

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *