
Gandhinagar : રાજ્યસભાની 10 બેઠકો માટે 24 જુલાઇએ ચૂંટણી યોજાવાની છે. જેમાં ગુજરાતની ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાશે.
Gandhinagar : રાજ્યસભાની 10 બેઠકો માટે 24 જુલાઇએ ચૂંટણી યોજાવાની છે. જેમાં ગુજરાતની ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાશે. ચૂંટણી માટે 13 જુલાઇએ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. જ્યારે 24 જુલાઇએ ચૂંટણી પૂ્ર્ણ થયા બાદ સાંજે મત ગણતરી હાથ ધરવામાં આવશે.
Gandhinagar : Dr.S.Jaishankar filed nomination papers for the Rajya Sabha elections
Gandhinagar : ગુજરાતની જે 3 રાજ્યસભા બેઠકોના સાંસદોનો સમય પૂર્ણ થઈ રહ્યો તેમાં ભારતના વિદેશમંત્રી ડૉ. એસ જયશંકરનો પણ સમાવેશ થાય છે. જેથી વિદેશમંત્રી રાજ્યસભાની આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. ડૉ. એસ જયશંકરે આજે ગુજરાત વિધાનસભા ખાતે બપોરે 12.39 વાગ્યે વિજય મૂહુર્તમાં ફોર્મ ભર્યું હતું અને ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
Gandhinagar : ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો છે. જે પૈકી 8 બેઠકો ભાજપ પાસે અને કોંગ્રેસ પાસે 3 બેઠકો છે. આજે ડૉ. એસ. જયશંકર જ્યારે ફોર્મ ભર્યું ત્યારે તેમના ફોર્મ ભરતી વખતે CM ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સહિત 10 ટેકેદારો હાજ રહ્યા હતા.