KUTCH NEWS : કચ્છ પર મેઘ મહેર,ઐતિહાસિક હમીરસર તળાવ સતત બીજા વર્ષે ઓવરફલો

KUTCH NEWS : કચ્છ પર મેઘ મહેર,ઐતિહાસિક હમીરસર તળાવ આજે સતત બીજા વર્ષે ઓવરફલો

KUTCH NEWS : આભનું અવની સાથે મિલન કરાવતા મેઘરાજાએ કચ્છમાં ચોમેર મેઘ મહોત્સવનો માહોલ સર્જી દીધો છે. મેઘમહેરના આ પર્વમાં નદી નાળાઓ પણ હર્ષોલ્લાસ સાથે સહભાગી થવા ખળખળ કરતા વહી નીકળ્યા છે. આજે વહેલી સવારથીજ ઇન્દ્રદેવ મહેરાબાન થતા અબડાસા તાલુકામા પાંચ ઇંચ પાણી વરસી ગયું છે. તો ભુજ, માંડવી, મુન્દ્રા, નખત્રાણા, લખપત અને અંજાર, ગાંધીધામ, ભચાઉ, રાપર તાલુકામાં પણ સામાન્યથી બે ઇંચ વરસાદ વરસ્યો હતો. ભુજ અને ઉપરવાસમાં સારો વરસાદ થતાં શહેરનું હૃદય સમુ હમીરસર તળાવ ઓવરફલો થયું હતું. આ દરમિયાન રાપરના જેસડામાં ભારે પવન ફૂંકાતા એક મકાનનું છાપરું ઉડી ગયું હતું. તો ખેંગારપરના ખેતરોમાં પાણી ભરાઇ જતાં, ખેડૂતે પાલર્ પાણીને બોરમાં ઉતારી જળ સંગ્રહ કર્યો હતો.

KUTCH NEWS : કચ્છના વડા મથક ખાતે આવેલું સમગ્ર જિલ્લાનું માનીતું ઐતિહાસિક હમીરસર તળાવ આજે સતત બીજા વર્ષે ઓવરફલો થતાં કચ્છી માડું ઓ માં હર્ષોલ્લાસ ની લાગણી છવાઈ જવા પામી છે. ગત વર્ષે 56 ઇંચ જેટલા અતિભારે વરસાદ બાદ ઓવરફલો થયેલા હમીરસર તળાવ આ વર્ષે 25 ઇંચ વરસાદમાં જ ઓવરફલો થયું છે. જે માટે જૈન સંગઠનાએ કરેલી આવ સફાઈની કામગીરી નોંધનીય છે.તળાવ ઓવરફલો થતા નગરપતિ ઘનશ્યામ ઠક્કરના હસ્તે સતત બીજા વર્ષે તળાવ વધવાની વિધિ કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે હમીરસર તળાવ જ્યારે ઓવરફલો થયા ત્યારે ભુજ શહેરના વહીવટી તંત્રમાં રજા જાહેર કરવામાં આવે છે. આવતીકાલ સોમવારે બપોરે 12.39ના શુભ મુહૂર્તએ તળાવને વધાવમાં આવશે.

જાણો, હમીરસરના વધામણાંનો રોચક ઈતિહાસ

KUTCH NEWS : ૧૯૫૩થી નગરપાલિકા પ્રમુખના હસ્તે હમીરસરના નવા નીરના વધામણાં કરવાની પ્રણાલિકાનો પ્રારંભ થયો હતો. સૌપ્રથમ વખત ૧૯૫૩માં કુંદનલાલ ધોળકીયાના હસ્તે વધામણાં કરાયાં હતા. પાછળથી ધોળકીયા ધારાસભ્યપદે ચૂંટાઈ વિધાનસભાના અધ્યક્ષ બન્યાં હતા. ૧૯૫૩થી આજ દિન સુધી હમીરસર ૨૭ વખત છલકાયું છે. ઘનશ્યામ ઠક્કર સોમવા૨ે ૨૭મી વખત નવા નીરને વધાવશે.

૨૦૦૩માં જ્યારે ભારે વરસાદથી હમીરસર છલકાઈ ગયું ત્યારે ખાવડાના હવાઈ સર્વેક્ષણ માટે ભુજ દોડી આવેલાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ હંસાબેન સાથે નવા નીરના વધામણાં કર્યાં હતા.

KUTCH NEWS : હમીરસર ઓગની જતા રજા જાહેર કરાઈ

ભુજ શહેરની તમામ સરકારી કચેરી/શાળાઓમાં સોમવારે એક દિવસની રજા રહેશે

કલેકટરે પરિપત્ર કરીને સ્થાનિક રજા જાહેર કરી

ગુજરાતનું એક માત્ર હમીરસર તળાવ છે જે ઓવરફ્લો થતા સરકારી કચેરીમાં રજા જાહેર કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *