MANDVI : શ્રમજીવી પરિવારોના તેજસ્વી તારલાઓનું અભિવાદન કરાયું.

MANDVI : શિક્ષણ એ તમામ સમસ્યાઓ સામે લડવાનો રામબાણ ઈલાજ છે. માંડવીમાં શ્રમજીવી પરિવારોના તેજસ્વી તારલાઓનું અભિવાદન કરાયું.

MANDVI: છેલ્લા ૧૩ વર્ષથી વિવિધ સેવા ક્ષેત્રે સતત કાર્યરત જૈન સેવા સંસ્થા “નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર” ભુજના ઉપક્રમે તાજેતરમાં માંડવીમાં જુના સ્વામિનારાયણ મંદિરની બાજુમાં શ્રમજીવી પરિવારોના ધોરણ 1 થી કોલેજ સુધીના તેજસ્વી તારલાઓનું અભિવાદન કરાયું હતું.

MANDVI: દાતા માતૃશ્રી લીલાવંતીબેન જે. મહેતા પરિવારના સહયોગથી માંડવીમાં શ્રમજીવી પરિવારોના 30 જેટલા તેજસ્વી તારલાઓનું અભિનંદન કરાયું હતું.

MANDVI : સંસ્થાના પ્રમુખશ્રી વી.જી.મહેતાએ પ્રમુખ સ્થાનેથી બોલતા જણાવ્યું હતું કે, “શિક્ષણ એ તમામ સમસ્યાઓ સામે લડવાનો ઈલાજ છે.” પ્રોજેક્ટ ચેરમેન અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શ્રી દિનેશભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી જણાવ્યું હતું કે, આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં પણ તેજસ્વી તારલાઓએ ગત વાર્ષિક પરીક્ષામાં ખૂબ જ સારા ગુણ મેળવવા બદલ વિદ્યાર્થીઓ અને વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા. અતિથિ વિશેષ પદેથી માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વાડીલાલભાઈ દોશી એ દાતા લીલાવંતીબેન જે. મહેતા ને અભિનંદન પાઠવી, સંસ્થાના પ્રમુખ વી. જી. મહેતા (ભુજ) અને પ્રોજેક્ટ ચેરમેન શ્રી દિનેશભાઈ શાહ (માંડવી)ની શૈક્ષણિક પ્રવૃત્તિઓની સરાહના કરી હતી. આ પ્રસંગે સંસ્થાના ભુજથી આવેલા કાર્યકરો શાંતિલાલભાઈ મોતા, પ્રદીપભાઈ દોશી, હિરેનભાઈ દોશી, વિજયભાઈ મહેતા, ચીમનભાઈ મહેતા, ઓજસભાઈ શેઠ તથા માંડવીના કાર્યકર જયેશભાઈ ચંદુરા અને ડો. જય કે. મહેતાએ પણ તેજસ્વી તારલાઓને અભિનંદન પાઠવ્યા હતા.

માંડવી છ કોટી જૈન સંઘના પ્રમુખ પુનિતભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનો સંચાલન પ્રોજેક્ટ ચેરમેન શ્રી દિનેશભાઈ શાહે કરેલું હતું જ્યારે સંસ્થાના કાર્યકર અને માંડવી તપગચ્છ જૈન સંઘના ટ્રસ્ટી શ્રી જયેશભાઈ ચંદુરા એ આભાર દર્શન કરેલ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *